અમરેલીના MLA કૌશિક વેકરીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ અગાઉ તેઓ પાયલ ગોટીના કેસમાં ચર્ચામાં આવ્યા હતા. હવે MLA કૌશિક વેકરીયા અને BJP પ્રદેશપ્રમુખ સી આર પાટીલનો એક ઓડીઓ ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સી આર પાટીલ કૌશિક વેકરિયાને એવું કહેતા લાગી રહ્યા છે કે , કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો , પરંતુ ધીરે ધીરે એના કાંગરા ખરતા જાય છે. " સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે , સી આર પાટીલ અને કૌશિક વેકરીયા વચ્ચેનો આ ઓડીઓ કોણે વાઇરલ કર્યો છે?
સી આર પાટીલ : "કૌશિક મેં તને ફોન કર્યો ને પછી વ્હોટ્સએપ ફોન કર્યો તે ફોન જ ના ઉપાડ્યો."
કૌશિક વેકરીયા : "આ લીલીયાનું શોર્ટઆઉટ કરાવી દીધું છે , તમે જે વ્હોટ્સએપ કર્યો હતો તે માટે અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે , આંદોલન બંધ કરી દેવામાં આવ્યું છે. "
સી આર પાટીલ : "મારે તને કહેવું છે કે તે શું કર્યું છે? "
કૌશિક વેકરીયા : "સોરી સાહેબ , તમે જે કહ્યું હતું પછી તમે વ્હોટ્સએપ કર્યું કે પછી મેં કહી દીધું છે."
સી આર પાટીલ : "તમારા કિલ્લાના કાંગરા છે ને , આખો કિલ્લો એક સાથે નથી પડતો ધીમે ધીમે પડે છે."
કૌશિક વેકરીયા : "હા સર."
સી આર પાટીલ : "તમારા વિસ્તારમાં એક સમય હતો કે તમારી છાપ સારી હતી. હવે ધીમે ધીમે બગડતી જાય છે. "
કૌશિક વેકરીયા : "ના સર."
સી આર પાટીલ : "ના હું તને કઉં છું ને મારો કોઈ મતલબ નથી , તને જે મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તને ડેમેજ થઈ રહ્યું છે."
આમ હવે , BJP પ્રદેશઅધ્યક્ષ સી આર પાટીલ અને અમરેલીના MLA કૌશિક વેકરીયા વચ્ચે જે સંવાદ થયો તે ઓડીઓ લીક થવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.