અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ બાદ ભારતનો કોઈ જવાન શહીદ કે ઘાયલ થયો નથી: રાજનાથસિંહ


  • Published By :
  • Published Date : 2022-12-13 13:03:51

ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ થઈ હતી. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો હતો કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતો. જો કે બાદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. 


રાજનાથસિંહે શું કહ્યું?


અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે રાજનાથસિંહે કહ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સાંસદોને આશ્વસ્ત કરતા કહ્યું કે આપણો કોઈ સૈનિક શહીદ થયો નથી  કે ગંભીર રીતે ઘાયલ પણ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીન સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીનને આ પ્રકારની કાર્યવાહી નહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને સરહદ પર શાંતિ જાળવવાનું પણ કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજનાથે વધુમાં કહ્યું હતું કે હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે આપણી સેના આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે