નોકરી કરતા લોકો માટે દિલ્હી સરકારે લીધો મહત્વનો નિર્ણય! ઓવરટાઈમ કરનાર કર્મચારીને મળશે ઓવરટાઈમના પૈસા!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:37:25

અનેક લોકોની નોકરી એવી હોય છે કે  working hours બાદ પણ કામ કરવું પડતું હોય છે. જો ઓવર ટાઈમ કરવાનું આવે તો કર્મચારીઓના મોઢા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દેશની રાજધાની દિલ્હીથી સમાચાર આવ્યા કે ઓવરટાઈમ કરતા લોકોને હવે પોતાની મહેનતના પૈસા મળવાના છે. જો એક દિવસમાં 8 કલાકથી વધુ કામ કરશો તો તેને ઓવરટાઈમ કહેવાશે અને જો અઠવાડિયામાં તમે 48 કલાકથી વધુ કામ કરશો તો ઓવરટાઈમ માનવામાં આવશે. 


ઓવરટાઈમ કરવાના પણ મળશે રૂપિયા!

દિલ્હીની કેજરીવાલ સરકારે શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવેલા  પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારના નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ કર્મચારી ઓવરટાઈમ કરશે તો તેને કલાકના હિસાબે રૂપિયા મળશે. પણ ઓવરટાઈમની સાથે તેની પણ લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે એક વ્યક્તિ 12 કલાકથી વધુ કામ નહીં કરી શકે. આ સિવાય કોઈ સતત સાત દિવસ પણ ઓવરટાઈમ નહીં કરી શકે. 


સરકારી કર્મચારીઓ માટે રજાની કરાઈ સુવિધા!

બીજી વસ્તુ એ છે કે અઠવાડિયામાં 60 કલાકથી વધુ કામ નહીં કરી શકે.. કેજરીવાલ સરકારે દિલ્હી સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાની પણ સુવિધા નક્કી કરી છે.. સરકારી કર્મચારીઓને વેકેશનના સમયમાં અલગથી રજાઓ આપવામાં આવશે. આ સિવાય બીજી પણ જોગવાઈ અથવા તો સૂચનો કરવામાં આવ્યા છે. 


આ કર્મચારીઓને જ મળશે ઓવરટાઈમમાં કરાયેલા ફેરફારનો લાભ!

બીજી જોગવાઈની વાત કરીએ તો દિલ્હી સરકારે કહ્યું છે કે જો કર્મચારી કેમિકલ જેવી ફેક્ટરીમાં કામ કરતા હશે તો રેગ્યુલર હેલ્થચેકપ જરૂરી છે. કંપનીમાં કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના થાય તો 12 કલાકની અંદર શ્રમ વિભાગને માહિતી આપવી પડશે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈનિંગ લેટર એટલે કે નોકરી મળી છે તેનો લેટર, એક્સપિરિયન્સ લેટર એટલે કે કંપનીમાં કેટલું કામ કર્યું અને કેટલો અનુભવ છે અને સેલેરી સ્લિપ આપવી ફરજિયાત હશે તેવી પણ જોગવાઈ કરી છે... મહત્વની વાત એ છે કે ઓવરટાઈમ વાળી વાત ખાલી સરકારી વ્યક્તિઓ માટે જ છે....



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.