દિલ્હીમાં હવે AAPની મેયર, શૈલી ઓબેરોયે ભાજપના રેખા ગુપ્તાને હરાવ્યા, MCDમાં 15 વર્ષ પછી ભાજપ બહાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:11:28

દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ 22 ફેબ્રુઆરી એટલે કે આજે થયેલી મેયરની ચૂંટણીમાં આપના કોર્પોર્ટેટર શૈલી ઓબેરોયએ જીતી લીધી છે. તેમણે ભાજપના રેખા ગુપ્તાને હરાવીને આ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શૈલીને 150 અને ભાજપના રેખા ગુપ્તાને 116 મતો મળ્યા હતા. કોંગ્રેસના 9 કોર્પોરેટરોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આજની મેયરની ચૂંટણી શૈલી ઓબેરોય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના કારણે શાંતિપૂર્વક યોજાઈ શકી.


કોણ છે શૈલી ઓબેરોય?


આમ આદમી પાર્ટીની ટિકિટ પર શૈલી ઓબેરોયે દિલ્હીના પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86થી કોર્પોરેટરની ચૂંટણી લડી જીત મેળવી હતી. જો કે તેમણે આ ચૂંટણી માત્ર 86 મતોથી જીતી હતી. તેમણે આ ચૂંટણીમાં ભાજપને દીપાલી કપૂરને હરાવ્યા હતા. 39 વર્ષીય શૈલી ઓબેરોયે જાનકી દેવી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com અને હિમાચલ યુનિવર્સિટીમાંથી M.Com.ની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે એમફીલ અને પીએચડીની ડીગ્રીઓ મેળવી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના ઘણા સંશોધન પત્રો વિવિધ જર્નલમાં પ્રકાશિત થયા છે.   


જીત બાદ શું કહ્યું?


શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા તે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તેમણે 14 વર્ષથી નિગમમાં એકહથ્થું શાસન કરતા ભાજપને ઉખાડી ફેંકી છે. તેમણે જીત બાદ દિલ્હીની જનતા વિશ્વાસ અપાવતા કહ્યું કે તે ગૃહને બંધારણીય રીતે ચલાવશે, તેમણે કહ્યું કે મને આશા છે કે સભ્યો પણ ગૃહની ગરીમા જાળવીને તેનું કામકાજ સારી રીતે ચલાવવામાં સહયોગ આપશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે