દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ ધમાલ, AAP અને BJPના કોર્પોર્ટેરરોએ તમામ હદ વટાવી


  • Published By :
  • Published Date : 2023-01-06 17:50:27

રાજકારણનું અપરાધીકરણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. રાજકારણીઓ પણ ગલીના ગુંડાની જેમ લડે ત્યારે કહેવું કોને? જેમ કે આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આજે શુક્રવારે મેયરની ચૂંટણીના મતદાન પહેલા દિલ્હી સિવિક સેન્ટરની અંદર આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. 


BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે મારામારી


BJPઅને AAPના કોર્પોટેરટરોએ એકબીજા પર લાતો અને ખુરશીઓથી હુમલો કર્યો હતો. પરિસ્થિતી એટલી વિષ્ફોટક બની હતી કે દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને જે વસ્તુઓ હાથમાં આવી તેના વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીના કાઉન્સિલરો વચ્ચેની લડાઈ જોઈને દિલ્હીવાસીઓ પણ દંગ રહી ગયા છે. આ દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર સત્ય શર્માએ  જણાવ્યું કે, "MCDની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આગામી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.''


કોર્પોરેટર શા માટે બાખડ્યા?


દિલ્હી MCD મેયરની ચૂંટણી યોજાવાનું લગભગ નક્કી જ હતું પરંતું નોમિનેટેડ સભ્યોએ શપથ લેવાનું શરૂ કર્યું કે તરત જ હંગામો શરૂ થયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટાયેલા સભ્યો સમક્ષ નોમિનેટેડ સભ્યોને શપથ લેવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમનો આરોપ છે કે ભાજપ નિયમોમાં ફેરફાર કરીને મેયર પદ હડપ કરવા માંગે છે. તે જ સમયે, ભાજપના સભ્યો તેમની ઇચ્છા મુજબ શપથ લેવા પર અડગ હતા. બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે નેતાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. જેમાં બંને પક્ષના કેટલાક નેતાઓને ઈજાઓ પહોંચી છે. મારામારી માટે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. ગૃહની બહાર આવેલી આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ પણ બંને પક્ષના આગેવાનોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે