દિલ્હીના MLAsના પગારમાં અધધધ 66% વધારો, ભથ્થા સાથે મળશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-03-13 14:11:20

દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાના ધારાસભ્યોને તોંતિંગ પગારની લ્હાણી કરી છે. ધારાસભ્યોના પગાર-ભથ્થાને લઈ રાષ્ટ્રપતિની મંજુરી મળતા હવે તમામનો પગાર 66 ટકા વધી ગયો છે. હવે  દિલ્હીના ધારાસભ્યોને માસિક 90 હજાર રૂપિયા જેટલો પગાર મળશે. પહેલા દિલ્હીના ધારાસભ્યોની સેલેરી 54 હજાર હતી.  


CM,મંત્રીઓ અને વિ.અધ્યક્ષનો પગાર પણ વધ્યો


દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાને ભથ્થા સહિત કુલ 1.70 લાખ રૂપિયા પ્રતિમાસ મળશે. આ પહેલા તેમને 72 હજાર રૂપિયા મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભામાં 4 જુલાઈ 2022ના  રોજ પગાર વધારાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.


પગાર વધારાનો અમલ 14 ફેબ્રુઆરીથી


દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોના પગાર વધારાને લઈ રસપ્રદ બાબત છે કે પગાર વધારાનો અમલ પાછલી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2023થી થશે. દિલ્હીના ધારાસભ્યોનો પગાર વધારો 12 વર્ષ બાદ થયો છે.


ભથ્થા સાથે કેટલો પગાર વધારો?


ધારાસભ્યોનો બેઝીક પહેલા 12 હજાર હતો હવે 30 હજાર થઈ ગઈ છે, દૈનિક ભથ્થું 1 હજાર હતું જે હવે 1500 થઈ ગયું છે. સીએમ, મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાનો બેઝિક 18 હજારથી વધીને 60 હજાર થઈ ગઈ છે. તે ઉપરાંત ધારાસભ્યોને એક લાખ રૂપિયાનું ટ્રાવેલ એલાઉન્સ મળશે. દિલ્હીના ધારાસભ્યોને પ્રત્યેક કાર્યકાળમાં લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ ખરીદવા માટે એક લાખ રૂપિયા મળશે.


અન્ય રાજ્યોમાં કેટલો પગાર અને ભથ્થા?


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં રહેવાનો ખર્ચ ભારતના મોટાભાગના રાજ્યોની તુલનામાં વધુ છે. આવો જાણીએ કે ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ શાસિત રાજ્યોમાં ધારાસભ્યોને કેટલો ભગાર અને ભથ્થા મળે છે. જેમ  કે ઉત્તરાખંડમાં (રૂ.1.98 લાખ), હિમાચલ પ્રદેશ (1.9 લાખ) હરિયાણા (રૂ.1.55 લાખ), બિહાર (રૂ.1.3 લાખ), રાજસ્થાન (રૂ.1.42 લાખ) અને તેલંગાણા (રૂ.2.5 લાખ) જેટલા પગાર મળે છે. તે ઉપરાંત આ ધારાસભ્યોને ઘરનું ભાડું, ઑફિસનું ભાડું અને સ્ટાફ ખર્ચ, ઑફિસના સાધનો ખરીદવા માટે ભથ્થું, વાહન અને ડ્રાઇવર ભથ્થા જેવા અન્ય ઘણા લાભો પણ મળે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.