દિલ્હી પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગની કરી ધરપકડ, ડી-માર્ટ, બિગ બાસ્કેટની ફેક વેબસાઈટ બનાવી કરાતી હતી ઠગાઈ!


  • Published By :
  • Published Date : 2023-04-05 13:09:21

સાઈબર ફોડનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકોને લૂંટવા હેકર્સ દ્વારા અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે. એક ક્લિકમાં તમારા રૂપિયા ઉડી જતાં હોય છે. ત્યારે દિલ્હી પોલીસે એક ગ્રુપને ગિરફ્તાર કર્યો છે જે નકલી વેબસાઈટ બનાવી લોકોને ઠગવાનું કામ કરતું હતું. આ લોકોએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. 


ડી-માર્ટ, બિગ બાસ્કેટની બનાવતા હતા ફેક વેબસાઈટ! 

ઓનલાઈન શોપિંગનો કેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક કલાકો સુધી લોકો મોબાઈલમાં વીતાવતા હોય છે. ત્યારે એવા ઓનલાઈન ઠગાઈ થવાના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. ત્યારે દિલ્હી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે જે ફર્જી ડી-માર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર જેવી કંપનીની નકલી વેબસાઈટ બનાવી લોકો સાથે ફ્રોડ કરતા હતા. ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો જ્યારે એ લિંકને ઓપન કરે છે, અને જ્યારે ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો આ લોકો તેનું એક્સેસ લઈ લે છે અને અકાઉન્ટમાંથી પૈસા પડાવી દે છે.       


આ મામલે 6 લોકોની પોલીસે કરી ધરપકડ 

આ મામલાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે 3 એપ્રિલના રોજ ગૌતમ બુદ્ધ નગર પોલીસની સાઈબર હેલ્પલાઈનની ટીમે આ 6 લોકોની ધરપકડ કરી છે. તે લોકો ડી -માર્ટ, બિગ બાસ્કેટ ઉપરાંત અનેક ફેક વેબસાઈટ બનાવી લોકોને ઠગતા હતા.


ડિસ્કાઉન્ટની લાલચમાં બને છે ઓનલાઈન ફ્રોડનો શિકાર  

ઓનલાઈન ફ્રોડ અંગેની વાત કરી તો લોકોને લોભાવા ફર્જી વેબસાઈટ બનાવે છે. જે ઓરિજિનલ વેબસાઈટની જેવી જ લાગતી હોય છે. વેબસાઈટના સ્પેલિંગમાં માત્ર નાનકડો બદલાવ કરવામાં આવતો હોય છે. જ્યારે વેબસાઈટની લિંક આપણને દેખાય છે તો તે લોકો તેને ઓરિજિનલ વેબસાઈટ માની તેની પર ક્લીક કરતા હોય છે. અને આવી સરળતાથી ઠગ લોકોની જાળમાં લોકો ફસાઈ જતા હોય છે. 


સતર્ક રહી કરવો જોઈએ ઈન્ટરનેટનો ઉપયોગ 

પેમેન્ટ માટે જ્યારે પોતાની ડિટેલ્સ નાખે છે તો તેને હેક કરી અકાઉન્ટમાંથી પૈસાની ચોરી કરી લેતા હોય છે. ત્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરતા પહેલા સર્તક રહેવું પડશે. જાગૃતતા લાવવાની જરૂરી છે. કોઈ પણ આવી વેબસાઈટ ઉપર ક્લીક કરતા પહેલા સ્પેલીંગ ચેક કરવો જોઈએ. ઉપરાંત જો પાસેથી કોઈ પીન માગે તો શેર ન કરવી જોઈએ.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.