નોટબંધી મુદ્દે સુપ્રીમ કોર્ટના જજ નાગરત્નાના ચુકાદાની થઈ રહી છે ચર્ચા, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-02 13:44:46

મોદી સરકારે નેટબંધીના પગલા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે  4:1ના બહુમતી સાથે કેન્દ્ર સરકારે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટના એક જજએ તેમનો મત અન્ય ન્યાયાધિશથી અલગ આપ્યો હતો. જસ્ટીસ બીવી નાગરત્નાએ કેન્દ્ર સરકારના અધિકારના મુદ્દે અલગથી મત આપ્યો હતો. રિઝર્વ બેંકના કાયદાની કલમ  26(2) હેઠળ કેન્દ્રએ અધિકારીઓના મુદ્દે ન્યાયમૂર્તિ બી વી નાગરત્નાના મોત અન્ય એક જજ બી આગ ગવઈથી અલગ હતો. આવો અહીં જાણીએ ચુકાદા દરમિયાન જસ્ટીસ બીવી નાગરત્નાના મંતવ્યો શું હતા?


જસ્ટીસ બીવી નાગરત્નાએ શું કહ્યું?


1-જસ્ટીસ બીવી નાગરત્નાએ કહ્યું કે સંસદને નોટબંધી જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી હતી, આ પ્રક્રિયા ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા થવી જોઈતી નહોતી


2-જજે તે પણ સ્પષ્ટ કહ્યું કે આટલો મહત્વનો નિર્ણય સંસદની સંમતી વિના લઈ શકાય નહીં, સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી.


3-રિઝર્વ બેંકે સરકારના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો અને તે અંગે કોઈ વિચાર પણ કર્યો નહીં, તેની પાસે માત્ર અભિપ્રાય માંગવામાં આવ્યો જેને કેન્દ્રીય બેંકની ભલામણ કહીં શકાય નહીં.


4-ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું કે 500 અને 1000ના નોટોને બંધ કરવાનો નિર્ણય ખોટો અને ગેરકાનુની હતો


5-ન્યાયમૂર્તિ નાગરત્નાએ તે પણ કહ્યું કે 500 અને 1000 રૂપિયાની સિરિઝની નોટ કાયદો બનાવીને જ રદ્દ કરી શકાતું હતું, નોટિફિકેશન દ્વારા નહીં.


જસ્ટીસ બીવી નાગરત્નાનો મત કેટલો મહત્વનો?


જસ્ટીસ બીવી નાગરત્નાએ સુપ્રીમ કોર્ટના તેમના ચાર સાથી ન્યાયાધિશોથી અલગ મત આપ્યો તે બાબત ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા બતાવે છે. સુપ્રીમ કોર્ટના તમામ પાચેય જજએ સર્વ સંમત ચુકાદો આપ્યો હોત  તો કેન્દ્ર સરકારને મોટી રાહત મળી કહીં શકાત. જો કે  જસ્ટીસ નાગરત્નાએ તેમના સ્વતંત્ર નિરિક્ષણો ટાંકીને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને સરકારને નિશાન બનાવવાની તક મળી ગઈ છે. આથી સ્વાભાવિક રીતે જ કેન્દ્ર સરકારને પણ જસ્ટીસ નાગરત્નાનો સ્વતંત્ર મત પચશે નહીં.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.