કર્ણાટકના 30માં CM તરીકે સિદ્ધારમૈયાએ અને ઉપ-મુખ્યમંત્રી પદ માટે ડી કે શિવકુમારે આજે લીધા શપથ


  • Published By :
  • Published Date : 2023-05-20 14:52:45

કર્ણાટકમાં કોંગ્રેસના અગ્રણી નેતા સિદ્ધારમૈયાએ આજે કર્ણાટકના 30માં મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. આ ઉપરાંત ડી કે શિવકુમારે નવી સરકારમાં ઉપ-મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સતીષ જરકીહોલી ડો.જી પરમેશ્વર. કે.એચ મુનિયપ્પા કેજે. જોર્જ અને એમબી પાટિલએ કેબિનેટ મંત્રી તરીકેને શપથ ગ્રહણ કર્યાં, અન્ય 8 ધારાસભ્યોને પણ સિદ્ધારમૈયા મંત્રી મંડળમાં જગ્યા મળી છે. કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરૂના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો હતો.


દેશના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા


આ શપથવિધી સમારોહમાં બિહારના સીએમ નીતિશ કુમાર, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, મક્કલ નીધી મૈયામના વડા કમલ હાસન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, મેહબુબા મુફ્તી અને ફારૂક અબ્દુલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શપથ લીધા બાદ સમારોહમાં હાજરી આપવા આવેલા વિપક્ષના નેતા સાથે પણ સિદ્ધારમૈયાએ હાથ મિલાવ્યા હતા. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.