'ધનવાન હોવા છતાં, મોટા ઉદ્યોગપતિઓ વર્લ્ડ કપ માટે મફત પાસ ઇચ્છે છે' :ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા


  • Published By :
  • Published Date : 2023-11-19 14:00:45

ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાશે. ક્રિકેટ ચાહકો આતુરતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ચાહકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફાઈનલને લઈને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન વિશ્વ કપ મેચને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની એક સોશિયલ મીડિયા પોસ્ટને વિવાદ સર્જાયો છે. તેમના ટ્વીટને લઈને અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પોસ્ટ શેર કરતા લખ્યું, "ઉદ્યોગપતિઓને વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે ફ્રી પાસ આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ લખ્યું કે, મારા કોઈ પણ બિઝનેસ ફ્રેન્ડએ વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટ લેવા માટે પૈસા ચૂકવ્યા નથી, તેઓ બધા 'પાસ' મેળવવામાં સફળ થયા છે. આ કેવી વિડંબના છે કે પૈસાદારો પણ પૈસા ચૂકવવા માંગતા નથી.

"



કોમેન્ટ્સની ભરમાર 


હર્ષ ગોએન્કાના ટ્વીટ બાદ તેમના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળ્યો હતો. એક યુઝરે તેમને પૂછ્યું કે તેમને આ ફાઈનલ મેચમાં શું મળ્યું? પાસ અથવા ટિકિટ. તેમણે જવાબ આપ્યો, "તેમાંથી એક પણ નહી."


ટિકિટની કિંમતમાં જબદસ્ત ઉછાળો


ફાઇનલ મેચની ટિકિટની કિંમત એક માટે રૂ.1.87 લાખ જેટલી વધી ગઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટ રિ-સેલિંગ સાઇટ viagogo.com પરની કિંમતો દર્શાવે છે કે ટાયર 4ની ટિકિટની કિંમત રૂ.1,87,407 હતી જ્યારે નજીકના ટાયરની ટિકિટની કિંમત રૂ.1,57,421 હતી. સાઇટ પર સૌથી ઓછી કિંમતની ટિકિટની કિંમત રૂ.32,000થી વધુ હતી.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.