રાજ્યના નવા પોલીસ વડાના પદ માટે 5 IPS અધિકારીઓ છે રેસમાં, જાણો કોના નામ છે ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2023-01-28 17:36:34

ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે નવા પોલીસ વડા માટે કેન્દ્ર સરકારને 6 સિનિયર પોલીસ અધિકારીઓના નામની યાદી મોકલી છે.  આ પેનલમાંથી ગુજરાતના આગામી DGPનું નામ ફાઇનલ કરવામાં આવશે. 


કોણ છે પોલીસ વડાની રેસમાં 


ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે ત્યારે  તેમના અનુગામી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત DGP ટ્રેનિંગ તરીકે કાર્યરત વિકાસ સહાય પણ DGP બનવાની રેસમાં છે. સિનિયોરીટી પ્રમાણે CBIના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવીણ સિંહા,  CID ક્રાઈમ વૂમન સેલના DG અનિલ પ્રથમ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની પણ ચર્ચા ચાલી રહી છે.


આશિષ ભાટિયાને મળ્યું હતું એક્સટેન્શન


ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનુ એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના એક્સેન્ટેશનના કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે