Dharm : Maha Shivratri 2024 - મહાશિવરાત્રીના દિવસે કરો પ્રથમ જ્યોતિર્લિંગ Somnathના દર્શન, જાણો શા માટે મહાશિવરાત્રી હોય છે ખાસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 12:18:15

 सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।

        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥

परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।

        सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥

 वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।

        हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥

एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।

        सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥


હિન્દુ ધર્મમાં દરેક ભગવાનની મૂર્તિરૂપે પૂજા થાય છે. શિવજી જ એક માત્ર એવા દેવતા છે એવા ભગવાન છે જેમની પૂજા મૂર્તિ સ્વરૂપે નથી થતી. શિવ લિંગસ્વરૂપે તેમની પૂજા, તેમની આરાધના કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોના દર્શનનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એવું કહેવામાં આવે છે કે જ્યોરિતિર્લિંગના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં તેમજ જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

અનેક શિવમંદિરોમાં કરવામાં આવ્યું હોય છે વિશેષ પૂજાનું આયોજન

દરેક મહિનામાં શિવરાત્રી તો આવતી હોય છે પરંતુ મહાશિવરાત્રીનો મહિમા વિશેષ છે. માન્યતા અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ આ દિવસે થયા હતા. શિવ અને શક્તિનું મિલન આ દિવસે થયું હતું. એવું કહેવામાં આવે છે કે શક્તિ વગર શિવ પણ શવ સમાન છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. 

Image

મહા શિવરાત્રી ઉજવવા પાછળ અલગ અલગ છે માન્યતા! 

બીજી માન્યતા એવી પણ છે કે ભગવાન શંકરે ઝેર પીધું હતું. દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પી વિશ્વની રક્ષા કરી હતી. આ દિવસે અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા અને ચેતનાની નવી ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શંકરની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે. શિવમંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.  મહાશિવરાત્રી ઉજવવા પાછળ કારણ ગમે તે હોય જો આપણે ભગવાન આગળ શ્રદ્ધાથી, ભાવથી શીશ ઝુકાવીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે!



(અહીંયા અપાયેલી માહિતી ધાર્મિક ગ્રંથોના આધાર પર આધારીત છે)     




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.