Dharm - નવરાત્રીના છઠ્ઠા નોરતે થાય છે માતા કાત્યાયનીની પૂજા, આ મંત્રનો જપ કરવાથી માતાજી થાય છે પ્રસન્ન!


  • Published By :
  • Published Date : 2024-10-08 13:16:29

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે... નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.. માતા કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠુ રૂપ છે... ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા કાત્યાયનીની સૌથી પહેલી વખત ઉપાસના મહર્ષિ કાત્યાયને કરી હતી.. મહિષાસુર રાક્ષસને મારવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિઓ ભેગી કરી એક શક્તિ બનાવી... દેવતાઓની શક્તિમાંથી દુર્ગા દેવી પ્રગટ થયા.. તે સમયે  ઋષિ કાત્યાયને તેમની સૌથી પહેલા ઉપાસના કરી હોવાને કારણે તેમને કાત્યાયનીના નામથી ઓળખવામાં આવે છે.... દેવી દુર્ગાનું એક નામ કાત્યાયની પણ છે... 

Mata Katyayani is worshiped on the sixth day of Navratri, know what fruits  are obtained by worshiping her


માતાજી કેમ ઓળખાયા કાત્યાયનીના નામથી?

તે સિવાય બીજા એક ઉલ્લેખ પ્રમાણે કાત્યાયન ઋષિ દેવી દુર્ગાને પુત્રી તરીકે રાખવા ઈચ્છતા હતા.. આ ઈચ્છા પૂરી કરવા ઋષિએ ઘોર તપ કર્યું અને દેવી પ્રસન્ન થયા.. દેવીએ તેમને ઈચ્છીત વરદાન આપ્યું અને થોડા સમય બાદ દેવીએ કાત્યાયન ઋષિને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો.. કાત્યાયનની પુત્રી હોવાને કારણે તેઓ કાત્યાયની માતા તરીકે ઓળખાયા... એવો પણ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં મળે છે કે શરીરમાં રહેલા 7 ચક્રોમાંથી દેવી કાત્યાયની આજ્ઞા ચક્રમાં રહે છે.. તેમની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર એક્ટિવ થાય છે...


કેવું છે માતાજીનું સ્વરૂપ?

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી છે.. દેવીને ચાર હાથ છે.. ઉપરના જમણા હાથમાં માતાજી અભયમુદ્રામાં છે... નીચેના જમણા હાથમાં વરદમુદ્રા છે..તે ઉપરાંત નીચેના ડાબા હાથમાં માતાજીએ તલવાર અને ઉપરના હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે... માતાજી સિંહ પર સવાર છે... માતાજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો મંત્ર 


चंद्रहासोज्ज्वल करा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् द्देवी दानवघातिनी॥ 


દેવી કાત્યાયની જેમણે ચંદ્રહાસ તલવાર અને અનેક આયુધો ચાર હાથોમાં ધારણ કર્યા છે, સિંહ ઉપર સવારી કરનાર, રાક્ષસોનો વધ કરનાર, મારા પર કૃપા વરસાવો. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.