Gujaratના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજની ધર્મરથયાત્રા તો બીજી તરફ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક....


  • Published By :
  • Published Date : 2024-04-24 13:21:49

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. લોકસભા ચૂંટણીને લઈ એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં લાગ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવામાં લાગ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર આ વિવાદને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે... 


અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના લોકો કાઢશે ધર્મરથયાત્રા 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં અનેક વખત ક્ષત્રિત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ રાજ્યના અલગ અલગ ભાગોમાંથી નિકાળવામાં આવી રહ્યા છે. ધર્મરથયાત્રાની સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો પરષોત્તમ રૂપાલા હાય હાય સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ઉપરાંત ભાજપના વિરોધમાં પણ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


હર્ષ સંઘવી કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન

એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે તો બીજી તરફ સરકાર દ્વારા આ વિરોધને શાંત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આ વિવાદને ડામવા માટે શાંત કરવા માટે હર્ષ સંઘવીએ અને રત્નાકર પ્રયાસોમાં લાગી ગયા છે. અલગ અલગ જગ્યાઓ પર તેઓ બેઠકો કરી રહ્યા છે અને આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે...  



બંધબારણે વિવાદને શાંત કરવા કરાઈ રહી છે કોશિશ

માત્ર થોડા દિવસોની અંદર આ બંને નેતાઓએ સાબરકાંઠામાં, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં બેઠકનું આયોજન કર્યું હતું ત્યારે આજે હિંમતનગર ખાતે બંધબારણે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે...હિંમતનગર ખાતે બેઠક પૂર્ણ થયા પછી આણંદમાં બેઠક કરવા માટે હર્ષ સંઘવી નિકળી ગયા છે. થોડા દિવસ પહેલા બંધબારણે મળેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓને સમાજની વચ્ચે રહેવાની અપીલ કરી છે.. ભાજપને વોટ આપવામાં આવે તે માટે સમજાવટ કરવા માટે અપીલ કરી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ શાંત નથી થયો નથી ત્યારે તો ભાજપના અનેક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધા...



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.