આદિપુરૂષ ફિલ્મને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપી પ્રતિક્રિયા, ફિલ્મના ડાયલોગ તેમજ હનુમાનજી વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-06-28 16:30:47

થોડા દિવસોથી ફિલ્મ આદિપુરૂષને લઈ છેડાયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક વિવાદો ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. પહેલા વીએફએક્સને લઈ વિવાદ છેડાયો હતો, તે બાદ ક્રિતી સેનનને લઈ વિવાદ છેડાયો હતો. આ તો વાત થઈ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાની વાત. રિલીઝ બાદ વિવાદો વધતા ગયા. હનુમાનજીના ડાયલોગને કારણે દર્શકોમાં નારાજગી જોવા મળી હતી. ફિલ્મને લઈ થોડા સમય પહેલા મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

 


હનુમાનજીના ડાયલોગ વિશે કહી આ વાત

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે થોડા દિવસ પહેલા એક એવી ફિલ્મ આવી, જેમાં હનુમાનજીને એવા બતાવ્યા છે કે વીર બજરંગી જ બચાવે. મેં તો ફિલ્મ પૂરી જોઈ નથી, હું તેમાં પડતો નથી, પરંતુ કોઈએ મને બતાવી. મને જોઈને ખૂબ હસવું આવ્યું. ડોયલોગ અંગે પણ તેમણે કહ્યું હતું કે હનુમાનજી ક્યાક હશે તો જેમણે ડાયલોગ લખ્યા છે તેઓ ફસાઈ જાય તો જય જય સીતારામ. તેમણે લખ્યું કે હનુમાનજી બોલે છે તેલ તેરે બાપ કા.... હનુમાનજી બોલવામાં થોડા કટૂ હતા, પરંતુ આટલા બધા પણ નહી. તે ખૂબ જ્ઞાની, બુદ્ધિશાળી છે, સૌમ્ય છે. તર્ક દેવામાં ખૂબ સારા છે, પણ આવા તર્ક પ્રસ્તુત ન કરો કે તર્ક જ ખરાબ થઈ જાય.     


વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો - મોરારી બાપુ 

તે પહેલા આદિપૂરુષ ફિલ્મ પર પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. મોરારી બાપુએ કહ્યું કે "આ વ્યાસપીઠપરથી વિનમ્રતાથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જ્યારે રામાયણ સિરિયલ બનાવી હતી ત્યારે બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે."       




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .