Sony Sab પર આવતી ધર્મ યોદ્ધ ગરુડને રિપ્લેસ કરશે દિલ દિયા ગલ્લા સિરિયલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 15:48:00

સોની સબ પર વધુ એક સિરિયલ શરૂ થવા જઈ રહી છે. આ સિરિયલનું નામ છે દિલ દિયા ગલ્લા-દિલકી બાતેં છે જેમાં પંજાબી પરિવાર બતાવવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ આ સિરિયલ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. આ સિરિયલ ધર્મ યોદ્ધા ગરુડને રિપ્લેઝ કરવાની છે. આ સિરિયલમાં હર્ષદ અરોરા, કાવેરી પ્રિયમ સહિતના કલાકારો જોવા મળશે. સબ ટીવીએ આ સિરિયલનું ટીઝર પણ લોન્ચ કરી દીધું છે.

અમૃતાના રોલમાં જોવા મળશે કાવેરી પ્રિયમ

આ સિરિયલની વાત કરીએ તો આ સિરિયલમાં પંજાબી પરિવાર દર્શાવવામાં આવી છે. આખો પરિવાર વિદેશમાં રહેતો હોય તેવું બતાવામાં આવ્યું છે. આ સિરિયલમાં કાવેરી પ્રિયમ અમૃતાના રોલમાં જોવા મળી રહી છે. સિરિયલમાં એક પરિવાર બતાવામાં આવ્યો છે પરંતુ આ બે પરિવાર અલગ અલગ દેશોમાં રહે છે. બંને પરિવાર એક બીજા સાથે નથી બોલતા. ત્યારે બંને પરિવાર વચ્ચે સુલેહ કરાવવાની કોશિષ અમૃતા કરવાની છે. પંજાબમાં એવી અનેક ફેમિલી છે જે ભણવા વિદેશ જતા હોય છે. પરંતુ ભણતર પતાયા પછી પાછા નથી આવતા. આ સિરિયલ પણ આવી કહાની પર આધારિત છે.   



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..