Dileep Sanghani બન્યા IFFCOના ચેરમેન, ફરી એક વખત બિનહરીફ થઈ વરણી, વાઈસ ચેરમેન પદે બલવિંદરસિંઘ બિનહરીફ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 13:29:48

ઈફ્કોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે હવે ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે.. સતત બીજી વખત ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સાથે સાથે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.. ઈફ્કોના ચેરમેનની તેમજ વાઈસ ચેરમેનની નિયુક્તિ બિન હરીફ થઈ છે. દિલીપ સંઘાણી સતત બીજી વખત ઈફ્કોના ચેરમેન તરીકે નિમણૂંક પામ્યા છે.. મહત્વનું છે કે જયેશ રાદિડયાની જીત બાદ રાજકારણ ગરમાયું હતું.. 

સી.આર.પાટીલે આપી હતી પ્રતિક્રિયા

મહત્વનું છે કે ગઈકાલે જ્યારે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે સી.આર.પાટીલની તેમજ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી હતી. ઇફ્કોની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા રહી છે, કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ. છતાં રાજ્યમાં બે-ત્રણ એવા બનાવ બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે તે પાર્ટીની નીતિ રહી છે. 



વધુમાં કહ્યું કે, લગભગ 350 વધુ ઈલેક્શનોમાંથી 349 ચૂંટણી આ મેન્ડેટ આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઈલુઈલુ કરતા હતાં. અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતાં જેના કારણે આટલી સિટો ક્યારે જીતતા ન હતાં. જો કે, અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહકારી સંસ્થાઓમાં કાર્યભાર સંભાળી સારી રીતે સેવા આપી રહ્યાં છે. જેના માટે જ અમે મેન્ડેટની પ્રક્રિયા સ્વાકારી છે.  


ભારતીય જનતા પાર્ટીએ બિપીન પટેલને આપ્યું હતું મેન્ડેટ

ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. અને એ જીત્યા પણ હવે ભાજપ આગળ શું કરે છે તે જોવાનું રહ્યું.  



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..