DIPએ આમ આદમી પાર્ટીને ફટકારી નોટિસ, 10 દિવસની અંદર 164 કરોડ ચૂકવવા કરાયો આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:27:14

આમ આદમી પાર્ટીને સૂચના અને પ્રચાર નિયામકએ 164 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ આપી છે.. આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે સરકારી જાહેરાતોની આડમાં પાર્ટીએ પોતાની જાહેરાત કરી છે. દિલ્હીના એલ.જીએ મુખ્યસચિવને આપ પાસેથી આ રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ રકમ 10 દિવસની અંદર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

 

164 કરોડ રુપિયા ચૂકવવા આદેશ  

2015-2016 દરમિયાન આમ આદમી પાર્ટીને નોટીસ ફટકારવામાં આવી હતી. દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે આ નોટીસ આપી હતી.  સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો કરવા બદલ આ આદેશ કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી 99.31 કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ હવે આ આંકડો 164 કરોડને પાર પહોંચ્યો છે. રકમ માત્ર 99.31 કરોડ છે પરંતુ દંડના વ્યાજ પેટે બાકીની રકમ ચૂકવવી પડશે.   

વિધાનસભામાં આજે વિશ્વાસનો મત રજૂ કરશે અરવિંદ કેજરીવાલ | Delhi CM Arvind  Kejriwal to prove majority in assembly today - Gujarati Oneindia

10 દિવસની અંદર ચૂકવવો પડશે દંડ 

આ રકમ ચૂકવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ દસ દિવસની અંદર રકમની દંડના રકમની ચૂકવણી નહીં થાય તો દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના પૂર્વ આદેશ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ પાર્ટીની સંપત્તિને પણ જપ્ત થઈ શકશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.