હનુમાન જયંતીના પ્રસંગે દીપિકા ચિખલિયાએ હનુમાન ચાલીસાનું ગાન કર્યું, Video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-06 15:02:20

'રામાયણ'માં સીતા માતાનો યાદગાર કિરદાર નિભાવી ચૂકેલા દીપિકા ચિખલિયા આજે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર આજે પણ લોકો તેમને માતા સીતા કહીને બોલાવે છે. દીપિકાની વિશાળ ફેન ફોલોઈંગ દર્શાવે છે કે તે કેટલા ફેમસ છે. હનુમાન જયંતિના અવસર પર દીપિકા ચિખલિયાનો હનુમાન ચાલીસાનું ગાન કરતો વીડિયો ખુબ જ વાયરલ થયો છે.   


દીપિકા ચિખલિયાએ વીડિયો શેર કર્યો


આજે એટલે કે 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર જ્યાં સામાન્ય લોકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે, ત્યાં દીપિકા કેવી રીતે પાછળ રહી જાય. દીપિકા ચિખલિયાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું- હનુમાનજીની જન્મજયંતિ પર આપ સૌને શુભકામનાઓ. આ વીડિયોમાં તે હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે.


વિવિધ સેલેબ્સએ પણ પાઠવી શુભેચ્છા 


અરુણ ગોવિલે પણ ટ્વિટ કર્યું – પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ સ્વરૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ  સુર ભૂપ. સંકટમોચન ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન.


પૂર્વ બિગ બોસ ફેમ શર્લિન ચોપરાએ લખ્યું – ભૂત અને પિચાસ નિકટ નહીં આવે… મહાવીર જબ નામ સુનાવે… નાસે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત વીરા... હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ.


વિંદુ દારા સિંહે લખ્યું-  #hanumanjanmotsavની આપ સૌને શુભેચ્છાઓ! ભગવાન #હનુમાનજી #હનુમાનજયંતિ પર આપણા બધાને આશીર્વાદ આપે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા દારા સિંહે રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી. પિતાના મૃત્યુ પછી, વિંદુએ ટેલિવિઝન સીરીઝ 'જય વીર હનુમાન'માં હનુમાનની ભૂમિકા ભજવી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .