શું તમને ખબર છે પદ્મ પુરસ્કારમાં શું આપવામાં આવતું હોય છે? કેવી રીતે થાય છે પસંદગી, અને કેટલા પુરસ્કાર હોય છે


  • Published By :
  • Published Date : 2023-04-07 13:25:05

રાષ્ટ્રપતિ દ્વારા દેશની વિવિધ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓને આ પુરસ્કારથી નવાઝવામાં આવે છે. ત્યારે શું તમને ખબર છે કે આ પુરસ્કારમાં હોય છે શું. રાષ્ટ્રપતિ સન્માન કરીને ફોટો પડાવે ત્યારે હાથમાં શું આપે છે. ત્યારે જોઈએ કઈ રીતે હસ્તીઓનું સિલેક્શન કરવામાં આવે છે... કેટલા પુરસ્કાર હોય છે..  

હેમંત ચૌહાણ સહિત 7 મહાનુભાવોને મળશે પદ્મ શ્રી, બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ  વિભૂષણ

કોને આપવામાં આવે છે પુરસ્કાર?  

ભારતના સર્વોચ્ચ સન્માનોમાંનો એક પુરસ્કાર છે પદ્મ પુરસ્કાર. આ પુરસ્કાર કળા, સામાજિક કાર્યો, જન જીવનના મામલા, સાયન્સ અને ટેક્નોલોજી, વેપાર અને ઉદ્યોગ, મેડિસિન, સાહિત્ય, ખેલકુદ જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે. 1954માં સૌથી પહેલા પદ્મ પુરસ્કારની શરૂઆત થઈ હતી... હર વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે સિવાય કે 1978, 79 93 અને 97. 


આ પુરસ્કારમાં જે અપાય તે શું હોય છે? અને કેટલા પ્રકારના પદ્મ પુરસ્કાર હોય છે? 

સૌથી પહેલા જાણીએ પદ્મ વિભૂષણ અંગે 

પદ્મ વિભૂષણની વાત કરીએ તો આ પુરસ્કારને ભારત રત્ન પછીનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. આ સન્માનમાં 1.3 બાય 16 ઈંચનો કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે.. આ બિલ્લાના કેન્દ્રમાં કમળનું એક ફૂલ હોય છે. કમળની પાંદડી સફેદ રંગની હોય છે જેમાં પદ્મ વિભૂષણ લખવામાં આવતું હોય છે. આ બિલ્લાની પાછળ આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્ન પણ હોય છે. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મ ભૂષણ વિશે...

આ પદ્મ વિભૂષણ પછીનું સન્માન હોય છે. આ સન્માનમાં પણ કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે. આ બિલ્લાની વચ્ચે કમળનું ફૂલ હોય છે જેની ત્રણ પાંદડી હોય. આ ફૂલ પર પદ્મભૂષણ લખવામાં આવે છે.. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મશ્રી વિશે...

ત્યાર બાદનું સર્વોચ્ચ નાગરિક સન્માનમાં પદ્મશ્રીને માનવામાં આવે છે. આ સન્માન ખાલી ભારતીયોને જ આપવામાં આવે છે... આ સન્માનમાં જે કાંસાનો બિલ્લો અપાય છે તેમાં કમળનું ફૂલ બનેલું હોય છે... પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


કેવી રીતે થાય છે વ્યક્તિઓની પસંદગી 

પણ પ્રશ્ન એ થાય કે કે આ વ્યક્તિઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. લોકોની પસંદગી માટે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ બનાવવામાં આવે છે... રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી ઉત્કૃષ્ટ સેવા આપતા વ્યક્તિઓની માહિતી મંગાવામાં આવે છે. પછી સમિતિ આ નામો પર વિચાર વિમશ કરે છે. પછી આ સમિતિ નક્કી કરાયેલા નામોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને મોકલાવે છે જે નામ પર મોહર લગાવે છે... નામ પર મોહર લાગ્યા બાદ 26મી જાન્યુઆરીની સાંજે નામની જાહેરાત થાય છે... જો કે આ સિવાય કેન્દ્ર સરકારે 2016થી એક પોર્ટલની પણ સુવિધા અપાવી છે જેમાં વ્યક્તિગત રીતે પણ કોઈ પોતાનું નામ ત્યાં અપાવી શકે છે. પછી સમિતિ તેના પર વિચાર કરતી હોય છે કે એ વ્યક્તિને પુરસ્કાર આપવો કે નહીં.


106 હસ્તીઓને અપાયો છે પદ્મ પુરસ્કાર 

આ વર્ષે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર અપાયો છે... જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે... બીજી મહત્વની વાત જાણવી જરૂરી છે કે પદ્મ પુરસ્કારમાં કોઈ પણ રોકડા રૂપિયા આપવામાં નથી આવતા... આ પુરસ્કારથી રાજ્ય સ્તરે ઓળખ મળે છે.. આ સિવાય રેલવે મુસાફરી કે વિમાન મુસાફરીમાં પણ કોઈ છૂટ નથી મળતી






મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.