ડોક્ટરોએ ગામડાઓમાં પોસ્ટીંગ નકારી, મહારાષ્ટ્રમાં 66 ટકા ડોક્ટરોએ રૂ.10 લાખનો દંડ ભર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 14:50:47

દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ ગામડામાં એક વર્ષ સુધી સેવા આપવી ફરજીયાત છે. જો કે આ સરકારી નિયમનું મેડિકલના બહુ ઓછા વિદ્યાર્થીઓ પાલન કરે છે. ગાંમડામાં સેવા આપવાના બદલે મેડિકલ વિદ્યાર્થીઓ 10 લાખ જેટલો દંડ ભરવા માટે તૈયાર થઈ જાય છે.


જે.જે.હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યા


મેડિકલ વિદ્યાર્થીઓ અંગેની આ ચોંકાવનારી વિગતો મહારાષ્ટ્રની સૌથી મોટી મેડિકલ કોલેજ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (GMC) અથવા  જે.જે.હૉસ્પિટલમાંથી સામે આવી છે આ મેડિકલ કોલેજમાં 2015 થી 2021 દરમ્યાન  MBBS થયેલાં રાજ્યના આશરે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા ને નકારી તેને બદલે દંડ ભરવાનું પસંદ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યાં છે, જેમાંના કેટલાંક વિદ્યાર્થીઓની દંડની ચૂકવણી હજી બાકી છે.


મહારાષ્ટ્ર સરકારે નિયમ બદલ્યો


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને દર એક હજાર વ્યક્તિએ એક ડૉક્ટરનો ગુણોત્તર દર્શાવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ગુણોત્તર દર હજાર વ્યક્તિએ 0.84 ડૉક્ટરનો છે. વળી ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તરમાં વધુ અંતર જોવા મળે છે. આ અંતરને ઘટાડવા રાજ્ય સરકારે વર્ષો પહેલાં MBBS કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે એક વર્ષ ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટિંગ કે જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સર્વિસ પણ કહે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આ મેન્ડન્ટરી હેલ્થ સર્વિસનો નિયમ બદલતા આજે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓ ના બરાબર છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.