આખરે ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા , 90 દિવસ માટે ટેરિફમાં આપી રાહત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-10 14:57:43

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટૂંકાગાળાના એટલકે , કામચલાઉ નિર્ણયો માટે જાણીતા છે. ફરી એકવાર તેમણે "ટેરિફ" મોરચે આ સાબિત કરી દીધું છે. એપ્રિલની ૩જી તારીખથી વિશ્વના મોટાભાગના દેશો પર અમેરિકાએ રેસિપ્રોકેલ ટેરિફ લગાવ્યા પરંતુ હવે તેમણે જાહેરાત કરી છે કે , આ રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણ પર 90 દિવસનો સ્ટોપ લગાડી દીધો છે. પણ આ યાદીમાં ચાઇના નથી . સાથે જ તેમણે ચાઇના પર ટેરિફ વધારીને કુલ ૧૨૫ ટકા સુધી પહોંચાડી દીધો છે. તો બીજી તરફ ઈરાને જાહેરાત કરી છે કે , ઈરાનને કોઈ પણ રીતના પરમાણુ હથિયારોની જરૂરત નથી . હવે અમેરિકા મધ્ય અમેરિકામાં આવેલી પનામા કેનાલને પાછી મેળવવા માંગે છે . વાત કરીએ ભારતની તો ભારતે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસે આપણા ઉત્તરપૂર્વીય ભારતને લઇને જે થોડા સમય પેહલા નિવેદન આપ્યું હતું તેને લઇને બાંગ્લાદેશને જે ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી આપવામાં આવી તેને બંધ કરવાનો નિર્ણય ભારતે લીધો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પએ થોડા સમય પેહલા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે , " સૌપ્રથમ હું ચાઈના પર ૧૨૫ ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરું છું કેમ કે તેને વિશ્વના માર્કેટ માટે કોઈ જ માન નથી . ભવિષ્યમાં ચાઈનાને એ વાતનો આભાસ થશે જ કે યુએસને કે બીજા દેશોને સાઈડલાઈન કરવા તે લાંબાગાળે ક્યારેય સ્વીકાર્ય નઈ થાય . ૭૫ કરતા વધારે દેશોએ આ રેસિપ્રોકલ ટેરિફ લગાવવા પર અમેરિકાના પ્રતિનિધિઓનો જેમ કે ડિપાર્ટમન્ટ ઓફ કોમર્સ , ટ્રેઝરી અને યુએસટીઆરનો સંપર્ક કર્યો છે. આ દેશો અમેરિકા સાથે કરન્સી મેનીપ્યુલેશન , ટેરિફ , વ્યાપારને લઇને અમેરિકા સાથે વાર્તાલાપ કરવા માંગે છે . આ દેશોએ કોઈ જ કોઈ પણ પ્રકારનો બદલો નથી લીધો . માટે હવે હું ૯૦ દિવસનો પોઝ જાહેર કરું છું. આ સમયમાં રેસિપ્રોકલ ટેરિફને ખુબ નીચો લાવવામાં આવશે." આમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના સિવાયના બીજા દેશો માટે ૯૦ દિવસ સુધી રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણને અટકાવ્યું છે.  જેવી જ અમેરિકા દ્વારા આ જાહેરાત થઈ કે પછી એસ & પી ૫૦૦ સ્ટોક ઈન્ડેક્સ ૮ ટકા સુધી , ડાઉ જોન્સ ૨૬૬૫ પોઇન્ટ સુધી નો ઉછાળો જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય ત્યારે સામે આવ્યો જયારે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. અમેરિકાના જુના જ સહયોગીઓ જેમ કે કેનેડા અને યુરોપીઅન યુનિયન તેની સામે પડ્યા . જોકે એક ગર્ભિત સંભાવના એ પણ હતી કે , વિશ્વના અન્ય દેશો હજુ વધારે ચાઈનાની નજીક જતા રહેતા. જોકે આ ૯૦ દિવસના સ્ટોપથી ભારતને રાહત મળી છે .  

Pezeshkian sworn in as Iran’s president, vows to work to remove sanctions

હવે વાત કરીએ પશ્ચિમ એશિયાના દેશ ઈરાનની તો , આ અઠવાડિયાના અંતે ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનમાં પરમાણુ કરારોને લઇને વાર્તલાપ થવા જઈ રહ્યો છે.  ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ ફેઝશ્કિયાંને જાહેરાત કરી છે , "તેમને કોઈ પણ પરમાણુ બૉમ્બની જરૂરત નથી. સાથે જ સુપ્રીમ લીડર ખામેનીને ઈરાનમાં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ આવે તેની સામે કોઈ જ વાંધો નથી ." ઇરાનના રાષ્ટ્રપતિ ફેઝશ્કિયાંન ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક વ્યાપારિક રસ ઉભો કરી રહ્યા છે. તો આ તરફ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ જયારે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા હતા ત્યારે તેમણે "લિબિયા મોડલ"ના અમલીકરણની વાત કરી હતી . આ અંતર્ગત ઈરાનનું પરમાણુ હથિયારો માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આખું ડિસમેન્ટલ એટલેકે , નિષ્ક્રિય કરી દેવામાં આવે. જોકે આવું કરવું ઈરાન સાથે હાલમાં તો અસંભવ છે કેમ કે ઈરાન તો પરમાણુ હથિયારો માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે.   

વાત કરીએ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથની તેઓ હમણાં મધ્ય અમેરિકાના આવેલી પનામા કેનાલની મુલાકાતે ગયા હતા . તેમણે ત્યાંથી સ્પષ્ટ કરી દીધું છે અમેરિકા અને પનામા વચ્ચે સુરક્ષાને લઇને સહકાર વધારવામાં આવશે. ચાઈનાને આ કેનાલનો દુરુપયોગ કરવા દેવામાં નઈ આવે. ચાઇના તેની કંપનીઓ થકી જાસૂસી કરાવે છે. વાત કરીએ પનામા કેનાલની તો પનામા કેનાલથી અમેરિકાનો ૪૦ ટકા કન્ટેઇનર ટ્રાફિક પસાર થાય છે.વાત ચાઈનાની તો ચાઈના સમગ્ર વિશ્વમાં ૫૦ દેશોમાં ૯૩ બંદર ધરાવે છે . દક્ષિણ અને મધ્ય અમેરિકામાં ચાઈનાના બંદરોની સંખ્યા વધી રહી છે માટે અમેરિકા માટે ખુબ મોટું જોખમ હોઈ શકે . 

04 Apr, 2025)

આપણો પાડોશી  દેશ બાંગ્લાદેશ તેની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે થોડાક સમય પેહલા ભારતના ઉત્તરપૂર્વીય ભાગોને લઇને નિવેદન આપ્યું હતું કે , ભારતના આ ભાગોમાં ચાઇનાનું અર્થતંત્ર વધી શકે છે. જોકે હવે ભારત સરકારે બાંગ્લાદેશને જે ટ્રાન્સશિપમન્ટ ફેસિલિટી આપવામાં આવે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાત કરીએ આ ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટીની તેના થકી બાંગ્લાદેશનો માલ ભારતના  બંદરો અને એરપોર્ટની મદદથી બીજે પહોંચાડાય છે.  આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ દ્વારા લેવામાં આવ્યો છે.  



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.