આખરે ટ્રમ્પએ ઈરાન અને ઇઝરાયેલને કરી સીઝફાયરની ઓફર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-24 15:37:16

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી.  ઈરાને થોડાક સમય પેહલા કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. જેનાથી ઘણાય અખાતી દેશોમાં તણાવ વધી ગયો છે . જેના લીધે , કેટલાય અખાતી દેશોમાં એર સ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી . ઈરાને કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર ૬ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો . ઇરાનના આ અટેક પછી , દોહામાં ઘણા ધડાકા સંભળાયાં હતા . 

Donald Trump: Presidency, Family, Education | HISTORY

આ હુમલો ઈરાન દ્વારા એટલે , કરવામાં આવ્યો હતો કેમ કે , યુએસએ જૂનની ૨૨મી એ મોડી રાતે , ઇરાનના પરમાણુ મથકો પર બી ટુ સ્ટીલ્થ બોમ્બર મદદથી હુમલો કર્યો હતો. અમેરિકાના આ હુમલાના બદલા રૂપ , ઈરાને છ મિસાઇલો દ્વારા કતારમાં આવેલા અમેરિકન એરબેઝ અલ ઉદ્દેઇડ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી હતી , જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું  છે કે , "ઇઝરાયેલ અને ઈરાન બેઉ મારી જોડે આવ્યા , બેઉ એ એક સાથે કહ્યું "શાંતિ" . હું જાણતો જ હતો કે તે સમય આવી ગયો . વિશ્વ અને પશ્ચિમ એશિયા ખરા વીજેતા છે. બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ નજીકના ભવિષ્યમાં ઘણો પ્રેમ , શાંતિ અને સમૃદ્ધિ જોશે. બેઉ દેશોને ઘણું મેળવવાનું છે પરંતુ બેઉ દેશોએ જો શાંતિ અને સત્યનો રસ્તો છોડ્યો તો , ઘણુંબધું ગુમાવવું પડશે. ઈરાન અને ઇઝરાયેલનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. " તો હવે આ બાબતે ઇરાનના વિદેશ મંત્રી , સયદ અબ્બાસ અરાઘચીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " ઈરાને ઘણી વાર રિપીટ કર્યું છે કે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં યુદ્ધની શરૂઆત કરી છે . હાલમાં કોઈ જ એગ્રીમેન્ટ સીઝફાયર માટે થયા નથી . ઇઝરાયેલને તેના આક્રમણની સજા આપવા માટે , અમારા શક્તિશાળી સશસ્ત્ર બળોનુ અભિયાન સવારે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે ." આમ ઈરાને સાફ રીતે આ શાંતિકરારો માટેની ટ્રમ્પની ઓફરને નકારી દીધી છે . 

Iran country profile - BBC News

જોકે હાલમાં હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવ વધી ગયો છે. જોકે ઓઇલ ટેંકર્સનું આવાગમન હજુ પણ યથાવત છે. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધમાં , ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે , તે ઇઝરાયેલના આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. તેના લીધે આ વખતે ઇઝરાયેલમાં ભારે તબાહી મચી જવા પામી છે. તો હવે જોવાનું એ છે કે , ઈરાન આગળ શું કરે છે? કારણકે , જો ઈરાન અમેરિકાની આ ઓફર ઠુકરાવી દે તો , ખુબ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની સંભાવના વધી જશે .




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે