ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટર ઠાર, અનિલ દુજાના સામે 62 કેસ અને 75 હજારનું ઈનામ હતું


  • Published By :
  • Published Date : 2023-05-04 17:02:15

ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી અને એનસીઆરના ખતરનાક ગેંગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફએ મેરઠના જાની વિસ્તારમાં ઠાર માર્યો છે. અનિલ દુજાના સામે લગભગ 18 તો ખુન કેસ હતા, તે ઉપરાંત ખંડણી, લૂંટ, જમીન પર કબ્જો, આર્મ્સ એક્ટ સહિતના 62થી વધુ ગુના નોંધાયા હતા, તે અનેક કેસમાંફરાર હતો. અનિલ દુજાના પર 75 હજારનું ઈનામ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અનિલ દુજાના ગૌતમ બુધ્ધ નગરના બાદલપુરનો હિસ્ટ્રીશીટર હતો. તે બાદલપુરના દુજાના ગામનો વતની હતો. તેનું નામ ઉત્તર પ્રદેશના ટોચના ગેંગસ્ટરોની યાદીમાં આવતું હતું.  

 

પોલીસને મળી મોટી સફળતા


અનિલ દુજાના થોડા સમય પહેલા જ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવ્યો હતો. તે જેલમાંથી આવતા જ જયચંદ પ્રધાન હત્યાકેસમાં તેમની પત્ની અને મુખ્ય સાક્ષી સંગીતાને મોતની ધમકી આપી હતી. આ કારણે પોલીસ એક્શનમાં આવી હતી. અનિલ દુજાનાની ધરપકડ માટે નોઈડા પોલીસ અને  UP ATF આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. થોડા દિવસોથી પોલીસની સાત ટીમે 20થી વધુ સ્થળો પર છાપા માર્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવતા સાક્ષીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે