પ્રથમ દિવસે દ્રશ્યમ-2એ કરી બમ્પર કમાણી, દર્શકોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ


  • Published By :
  • Published Date : 2022-11-19 12:09:14

18 નવેમ્બરના રોજ દ્રશ્યમ 2 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. 2015માં આ ફિલ્મનો પ્રથમ ભાગ એટલે કે દ્રશ્યમ બહાર પડ્યું હતું. ત્યારે 7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો પ્રથમ દિવસે જ ફિલ્મે 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

Drishyam 2 Box Office: Ajay Devgan's 'Drishyam 2' got a bumper opening, earning more than expected on the first day Drishyam 2 Box Office: અજય દેવગનની 'દ્રશ્યમ 2' ને બમ્પર ઓપનિંગ મળ્યું, પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી

ફિલ્મને મળી રહ્યો છે દર્શકોનો પ્રેમ 

આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. મુવી રિલીઝ થયાના પ્રથમ દિવસે જ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આતુરતાથી રાહ જોતા દર્શકોએ ફિલ્મને પસંદ કરી છે.

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today 

શું છે દ્રશ્યમ-2 ફિલ્મની કહાની?

દ્રશ્યમ-2નું દર્શકનો પ્રેમ મળી રહ્યો છે. લોકો અજય દેવગણને વિજય સલગાંવકર તરીકે જોવાનું પસંદ કરી રહ્યા છે. આ સ્ટોરી જૂની ફિલ્મની કહાની પર આધારીત છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સમીર દેશમુખ મર્ડરકેસને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા. આ વાતને ભૂલી સલગાંવકર પરિવાર આગળ વધી ગયો છે પરંતુ આ વાતને મીરા ભૂલી શકી નથી. ડીઆજી મીરા પણ લંડન સ્થિત છે પરંતુ પુત્રની પુણ્યતિથિના સમયે ભારત આવી આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. પુત્રના મર્ડરની વાત મીરા નથી ભૂલી જેને કારણે ફરી એક વખત પુરાવા ભેગા કરી કેસને રિ-ઓપન કરવામાં આવે છે. 

Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye Khanna Shines  As New IG -Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye  Khanna Shines As New IG

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે આ ફિલ્મ

ક્રાઈમ અને થ્રિલથી ભરેલી આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. પહેલા દિવસે ફિલ્મની સારી કમાણી થતા એવું લાગી રહ્યું છે આ ફિલ્મની કમાણી 50 કરોડને પાર પહોંચી શકે છે. અજય દેવગણની ફિલ્મ એવા સમયે હિટ જઈ રહી છે જ્યારે અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ  જઈ રહી છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી