મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે .
મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ડેરીની ૬૫મી સાધારણ સભામાં ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ૬૫મી સાધારણ સભામાં દૂધના ભાવ ફેરમાં વધારાની સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે પણ વધારાની જાહેરાત પણ કરવામાં આવી છે.આ જાહેરાત અંતર્ગત દૂધસાગર ડેરીના પશુપાલકોને કુલ ૪૩૭ કરોડનો ભાવફેર આપવામાં આવશે . આ ભાવફેરમાં વધારાથી પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન પર વધુ સારું વળતર મળશે, જે તેમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે . આ સાથેજ ડેરીએ પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની વાત પણ કરી છે .
દુધસાગર ડેરીમાં ભાવફેરની સાથે , અન્ય જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમ કે , ડેરીએ અકસ્માત વિમાની રકમ પણ વધારી છે . અકસ્માતે મરણ વિમાની રકમ ૨ લાખ રૂપિયાથી વધારીને ૪ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય પશુપાલકોના પરિવાર માટે એક મોટી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે . આજકાલ આમ તો , ગુજરાતનું સહકારી ક્ષેત્ર ખુબ જ ઉતારચઢાવમાંથી પસાર થઇ રહ્યું છે . થોડાક સમય પેહલા , સાબર ડેરીમાં પશુપાલકોએ ભાવફેરની માંગણીને લઇને હિંસક દેખાવો કર્યા હતા જેમાં એક પશુપાલકનું મૃત્યુ થયું હતું . આ પછી હવે અમુલ ડેરીની સામે પણ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.