અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે .
૩૧મી જુલાઈના રોજ , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર જે ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવી તેનાથી ભારતથી અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડી શકે છે. તેના કારણે નવી દિલ્હીમાં વહીવટદારોને ઝાટકો લાગ્યો હતો , પરંતુ તેમણે હજુ સુધી કોઈ પણ પગલાં કે નિવેદનો જાહેર નથી કર્યા. સરકારનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફ પર ઈમિજિયેટ રિટેલીએશન કરવા પર કોઈ વિચાર નથી. હાલમાં તો સરકારનું પૂરું ફોકસ , અમેરિકા સાથે દ્વિપક્ષીય કરારોને લઇને વાર્તાલાપ કરવાનું છે . આ માટે હવે ઓગસ્ટના અંતમાં અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારત પણ આવી શકે છે .પરંતુ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે , ભારત અમેરિકા સાથે કોઈ પણ ડિફેન્સ રિલેટેડ ડીલને લઇને નથી વિચારી રહ્યું. તેમાં ફિફ્થ જનરેશનના એફ ૩૫ લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે .
ભારત પાસે હાલમાં લેટેસ્ટ વિમાનો છે રફાલ છે તે ૪.૫ જનરેશનના છે . પરંતુ ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માંગે છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં જયારે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ એફ ૩૫ આપવાની ઓફર રાખી હતી . પરંતુ તેમાં પીએમ મોદીએ પોતાની મંજૂરી ના આપી . હવે ફાઇનાન્શ્યલ એક્સપ્રેસની રિપોર્ટ મુજબ ભારત સરકારે વ્હાઇટહાઉસને કહી દીધું છે કે , ભારતને તેમના એફ ૩૫ સ્ટીલ ફાઈટર જેટમાં કોઈ જ રસ નથી . જો રક્ષાના ક્ષેત્રમાં કોઈ પણ ડીલ થશે તો , તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે જ તેનો સોદો થશે . એટલેકે , ડિફેન્સ ટેક્નોલોજીને મળીને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે . આઝાદી પછી ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર પર તેનો ભરોસો રહ્યો છે . પણ અમેરિકન આર્મ ઇન્ડસ્ટ્રી આના વિરુદ્ધમાં રહી છે. તો હવે , ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માટે બીજા દેશ પર નજર કરી શકે છે .