હિમવર્ષાને કારણે કેદારનાથ અને ગંગોત્રી ધામ પર જોવા મળી બરફની ચાદર


  • Published By :
  • Published Date : 2023-01-20 11:39:31

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને પગલે ગંગોત્રી ધામ, કેદારનાથ ધામ બરફથી  છુપાઈ ગયું છે.

  

સતત ઘટતો તાપમાનનો પારો   

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગએ એલર્ટ જાહેર કર્યું છે. આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. પંજાબમાં, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. 


ગંગોત્રી ધામમાં થતી હિમવર્ષા

ઉત્તરાખંડમાં તો સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે સમગ્ર વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. ઘરો પર બરફ જોવા મળી રહ્યો છે. ઉપરાંત યાત્રાધામ ગંગોત્રી ધામ પર પણ બરફ જોવા મળ્યો હતો. કેદારનાથ ધામ પર પણ બરફ જામી ગયો હતો. સતત હિમવર્ષા થવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આસપાસના અનેક રાજ્યોમાં પણ આને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.