ગોંડલમાં રીબડાનાં એક યુવકના મૃત્યુના કેસથી મચી ચકચારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-05 14:19:16

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે . 

રાજકોટનું ગોંડલ જે અવારનવાર સમાચારોમાં આવતું જ રહે છે. થોડાક સમય પેહલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ ગોંડલ ગયા ત્યારે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પેહલા રાજકુમાર જાટ કેસમાં પણ ગોંડલ પ્રકાશમાં આવ્યું હતું . રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, હવે  તે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.  પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટની એક સગીરાને રીબડાનો યુવાન જ્યુસ પીવા લઈ ગયો હતો . ત્યારબાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાની મિત્રએ મીડિયા સામે હકીકત બહાર રાખી હતી . આ ઘટના ત્યારે ઘટી હતી જયારે ૧૭ વર્ષની સગીરા બે મહિના પેહલા જ રાજકોટમાં આવી હતી . તે દરમ્યાન સગીરા મોડલિંગ પણ કરતા હતા . આ દરમ્યાન સગીરા રીબડાનાં યુવાન અમિત ખુટ સાથે સોશ્યિલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. એક વીકમાં પરિચય થયો આ પછી સગીરા તેને મળવા ગઈ હતી . થોડાક સમય પેહલા જ શુક્રવારના દિવસે રીબડાનાં યુવક અમિત ફૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર જ્યુસ પીવા ગયા હતા . જ્યાં બનેએ જ્યુસ પીધો આ પછી રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો . ગાડીમાં સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું . 

આ દુષકર્મ પછી રીબડાનાં યુવકે સગીરાને રાજકોટના મોવડી ચોક પાસે ઉતારી દીધી હતી. આ પછી સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવી હતી . આ પછી સગીરા અને તેના મિત્ર સારવાર અર્થે જનતા હોસ્પિટલ પહોંચ્યા હતા . આ પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજકોટ એ ડિવિઝનમાં પહોંચ્યો હતો . પોલીસે શનિવારના રોજ અમિત ખુટ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી એક દિવસ બાદ રીબડાનાં આ યુવક અમિત ખૂંટે પોતાની વાડીએ આત્મહત્યા કરી લીધી છે. હવે પોલીસ તપાસ એ પણ શરુ થઈ ગઈ છે કે આ યુવકે કેમ પોતાનો જીવ ટૂંકાવ્યો છે . તો આ મામલે ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત રીબડા ગામના અગ્રણી ગોવિંદ સકપરીયા છે તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપો લગાવતા કહ્યું છે કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવડાવ્યું છે અને આ એમનું જ કાવતરું છે સાથે જ તેમણે છોકરાનો આપઘાત કરાવડાવ્યો છે. એણે  જ છોકરીને પૈસા આપ્યા હતા અને ખોટી ફરિયાદ કરાવડાવી હતી . 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે