ડોનાલ્ડ ટ્રમ્પએ ટેરિફ મુદ્દે દેખાડી ફરી એકવાર ભારતથી નારાજગી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 14:57:03

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન દરમ્યાન ફરી એકવાર ટેરિફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને કોમેન્ટ કરી છે. બીજી , તરફ યુએસનું પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ટેરિફને લઇને ચર્ચા કરવા   ભારત આવ્યું હતું તેણે હવે વિદાઈ લીધી છે . માટે સૌ કોઈના જીવ અધ્ધર છે કે , હવે ૨જી એપ્રિલના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદશે કે કેમ. 

Modi and Trump's Effect on the U.S.-India Partnership - The Atlantic

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જ રાષ્ટ્રપતિ પદે ફરી એકવાર બિરાજમાન થયા છે ત્યારથી જ તેમણે પોતાના સહયોગી દેશો જેવા કે , કેનેડા , મેક્સિકો , યુરોપ , જાપાનથી આવતા માલસામાન પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી દીધી છે. જેમ કે હમણાં થોડાક દિવસ પેહલા ટ્રમ્પએ અમેરિકામાં બહારથી આવતી ગાડીઓ અને તેના સ્પેરપાર્ટ્સ પરની તમામ આયાતો પર ૨૫ ટકા ટેરીફની જાહેરાત કરી છે. તેનાથી યુરોપ અને જાપાન ધૂંઆપૂંઆ છે. હમણાં જ થોડા સમય પેહલા ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા કહ્યું છે કે , " થોડાક સમય પેહલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા . અમે હંમેશાથી સારા મિત્રો છીએ. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ટેરિફ લગાવતો દેશ છે . આ ખુબ ક્રૂર બાબત છે. આ લોકો ઘણા સ્માર્ટ છે. વડાપ્રધાન મોદી પણ ઘણા સ્માર્ટ છે અને મારા મિત્ર છે. અમારી વચ્ચે ખુબ સારો સંવાદ થયો હતો . મને લાગે છે કે ભારત અને અમેરિકા ભવિષ્યમાં સહકારથી આગળ વધી શકે છે. વધુમાં હું કેહવા માંગીશ કે , તમારી પાસે ખુબ સારા વડાપ્રધાન છે. " આમ અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ ભારતને ટેરિફને લઇને આડેહાથ લેતા રહે છે તો બીજી બાજુ તેઓ વડાપ્રધાન મોદીની  પ્રશંસા કરતા રહે છે.  

Commerce minister Piyush Goyal leaves for sudden US visit as Trump tariffs  loom | Latest News India - Hindustan Times

વાત કરીએ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે ચાર દિવસ બાદ ફરી અમેરિકા પાછું જઈ ચૂક્યું છે. આ બાબતે ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , દ્વિપક્ષીય વ્યાપારી કરારો એટલેકે , બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટના ખુબ મહત્વના મુદ્દાઓને લઇને બે દેશો વચ્ચે ચર્ચા થઇ છે . જોકે ૨જી એપ્રિલના દિવસથી ભારત પર યુએસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવશે કે કેમ તેનો કોઈ જ જવાબ મળ્યો નથી. જોકે યુએસનું આ પ્રતિનિધિ મંડળ અને ભારતે લગભગ ચાર દિવસ સુધી ખુબ વ્યાપક ચર્ચા હાથ ધરી હતી તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે , ૨૦૨૫ના અંત સુધીમાં મલ્ટીસેક્ટર દ્વિપક્ષીય વ્યાપારી કરાર નક્કી કરવામાં આવશે. જોકે આ માટેની ચર્ચા એટલે અટકી ગઈ કેમ કે , અમેરિકા ભારતના કૃષિ ઉત્પાદનોમાં અને ડેટા લોકલાઈઝેશનને લઇને ખુબ મોટી છૂટ ઈચ્છે છે . ગયા અઠવાડીએ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર ટેરિફને લઇને છૂટ આપવાનો સંકેત આપ્યો હતો . આ ચાર દિવસ માટે યુએસનું પ્રતિનિધિ મંડળ ત્યારે ભારત આવ્યું જયારે ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ માર્ચની શરૂઆતમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓ યુએસના ટ્રેડ રિપ્રેઝન્ટટિવ જેમિસન ગ્રિર અને કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનીકને મળ્યા હતા . હવે એતો ૨જી એપ્રિલના દિવસે જ ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફને લઇને શું નિર્ણય લે છે . યુએસના પ્રતિનિધિ મંડળે ભારત સરકારના પ્રતિનિધિઓ આગળ આ બાબતે મૌન સેવ્યું છે.  યુએસને ભારતમાં ઓટોમોબાઇલ , કૃષિ , દારૂ જેવા સેક્ટરમાં ખુબ રાહત જોઈએ છે એટલેકે , તેઓ ઈચ્છે છે કે ભારત સરકાર આ તમામ અમેરિકી આયાતો પર ટેરિફ ઓછો કરે જયારે ભારતને ટેક્સટાઇલ્સ અને લેધર ઈન્ડસ્ટ્રીઝમાં ટેરીફમાં રાહત જોઈએ છીએ . આ સાથે જ અમેરિકા ભારતના ડેટા લોકલાઈઝેશનનું વિરોધી છે. તેમની કંપનીઓને ભારતનો ખુબ મોટો ડેટા એક્સેસ જોઈએ છે. ડોનાલ્ડ ટ્રમ્પએ અગાઉથી જ સ્ટીલ અને એલ્યૂમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લગાડી દીધો છે.  જો અમેરિકા ભારત પર ૨જી એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો , ભારતને ૫.૬૬ લાખ કરોડનું નુકશાન થઈ  શકે છે. આ રેસિપ્રોકલ ટેરિફ આપણી ૮૭ ટકા અમેરિકામાં થતી નિકાસોને અસર પહોંચાડશે . જોકે હવે ભારતે ૫૫ ટકા અમેરિકી આયાતો પર ટેરિફ ઘટાડવાની તૈયારી બતાવી છે. તેના લીધે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાનો ટેરિફ ઘટાડવાની વાત યુએસના પ્રતિનિધિ મંડળ સમક્ષ કરી હતી . 

તો હવે જોઈએ ૨જી એપ્રિલના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફને લઇને શું વલણ અપનાવે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.