કર્ણાટકમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વિતાવ્યો બાળકો સાથે સમય! પીએમએ બાળકોને પૂછ્યું, 'શું તમે વડાપ્રધાન નથી બનવા માગતા?'


  • Published By :
  • Published Date : 2023-05-03 11:51:31

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અનેક જગ્યાઓ પર રેલી કરી હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન પ્રધાનમંત્રીએ બાળકો સાથે કરેલી મસ્તીએ ખેંચ્યું હતું. પીએમએ કલબુર્ગીના નાના ભૂલકાઓ સાથે વાત કરી હતી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી કરતા પણ દેખાયા હતા. 


બાળકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મસ્તી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટકની ચૂંટણીમાં વ્યસ્ત છે. અનેક જગ્યાઓ પર પીએમ મોદી આજે રેલી સંબોધવાના છે. ત્યારે ગઈકાલે પણ અનેક રેલીમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે ચાલતા ઝેરીલા ભાષણોની વચ્ચે પીએમ મોદીએ બાળકો સાથે વાત કરી હતી. કલબુર્ગીમાં રોડ શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી અને મજાક કરતા દેખાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથથી બાળકો સાથે રમત પણ રમી હતી અને બાળકોને શું કરે છે ક્યાં ભણે છે તેવા પ્રશ્નો પણ કર્યા હતા. બધાએ અલગ અલગ જવાબ આપ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે કોઈને પ્રધાનમંત્રી બનવાનું મન નથી થતું? 


જવાહરલાલ નહેરૂને પણ પ્રિય હતા બાળકો!

આ વીડિયોની વાત કરીએ તો આ ઘટનાથી જવાહર લાલ નહેરુની યાદ આવી જાય છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પણ બાળકો અતિ પ્રિય હતા. તેમને પ્રેમથી ચાચા નહેરૂ પણ સંબોધવામાં આવતા હતા. એટલે જ તેમના જન્મ દિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે... આ આપણા દેશના રાજનેતાઓની સુંદરતા છે કે તે આટલા વ્યસ્ત સમયમાં પણ દેશના ભવિષ્ય સાથે સમય વિતાવી લે છે અને તેમને દેશ માટે કંઈક કરી બતાવાની અપ્રત્યક્ષ રીતે પ્રેરણા આપે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે