મતગણતરી દરમિયાન લાગતું હતું કે Patanમાં ચંદનજી ઠાકોર જીતી શકે છે પરંતુ એકાએક પરિણામ બદલાયું અને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-04 19:01:34

ચૂંટણીના સમય દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારોની, બેઠકની ચર્ચા થઈ.. જેમાં આણંદ લોકસભા, ભરૂચ લોકસભા બેઠક, બનાસકાંઠા લોકસભા સીટ ચર્ચામાં રહી. બધાની નજર આ બેઠકો પર હતી પરંતુ પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે પાટણના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચંદનજી ઠાકોર અનેક સમય સુધી આગળ રહ્યા, ભરતસિંહ ડાભી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એકાએક ભાજપના ઉમેદવાર આગળ આવી ગયા અને અંતે ભરતસિંહ ડાભીની જીત થઈ....


એવું લાગતું હતું કે ઈન્ડિ ગઠબંધનને બે સીટો મળી શકે છે.

ગુજરાતના પરિણામો આવી ગયા છે.. 25 બેઠકો પર કેસરિયો લહેરાયો છે પરંતુ બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. પરિણામો જ્યારે સામે આવી રહ્યા હતા તે વખતે એવું લાગતું હતું કે ચંદનજી ઠાકોર બાજી મારી શકે છે.. ગુજરાતમાં બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આવી શકે છે. પ્રથમ 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. 15 રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. 31000થી વધારેના મતથી ભરતસિંહ ડાભી જીત્યા..


પાટણમાં ભરતસિંહ ડાભીની થઈ જીત

ગુજરાતમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ખૂબ ઓછી રેલી કરી, પ્રચાર કર્યો ઉમેદવારોનો.. પાટણથી ઈન્ડિયાના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આ બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો થયો હતો. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. ભાજપના ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે એકદમ રસપ્રદ જંગ જામી હતી. એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસના ફાળે આવી શકે છે પરંતુ છેલ્લા સમયે આખેઆખી બાજી પલટાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના માટે મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર પણ તેમને જીત અપાવી શક્યો નથી. 
ચોમાસાનું આગમન રાજ્યના અનેક ભાગોમાં થઈ ચૂક્યું છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા છે. ચોમાસું જલ્દી આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.

ભાવનગરથી એક ઘટના સામે આવી હતી જેમાં બાલાજીની વેફરમાંથી દેડકો નિકળ્યો હતો, સૂપમાંથી ગરોડી નિકળી હતી ત્યારે આજે સંભારમાંથી ઉંદર નિકળ્યો છે...! આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે.

ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે.