તાઇવાનમાં ભૂકંપ:ઘણા મકાનોને નુકસાન થયું ; સુનામીની ચેતવણી જારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:52:53

આજે સવારે તાઈવાનના દક્ષિણપૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકથી રસ્તાને નુકશાન 

વિવારે તાઈવાનના દક્ષિણપૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, જેની નીચે ઘણા લોકો દટાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાઈવાન રેલ્વેએ જણાવ્યું હતું કે પૂર્વી તાઈવાનના ડોંગલી સ્ટેશન પર પ્લેટફોર્મનો એક ભાગ તૂટી પડતાં ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, તેમાં સવાર 20 જેટલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


હવામાન વિભાગે જણાવ્યું કે સમગ્ર તાઈવાનમાં આંચકા અનુભવાઈ શકે છે. તેમણે કહ્યું કે ભૂકંપથી રાજધાની તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી પરંતુ તેની વધુ અસર થઈ નથી. જોકે, ચેતવણી જારી કરવામાં આવી છે.


સુનામીની ચેતવણી જારી

Magnitude 6.8 quake hits southeast Taiwan, tsunami warning issued

યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ બાદ તાઈવાનમાં ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું કે તાઈવાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની અંદર સુનામી આવી શકે છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ ઓકિનાવા પ્રીફેક્ચરના ભાગ માટે 1-મીટર સુનામીની ચેતવણી જારી કરી હતી.

તાઇવાનમાં ભૂકંપનું જોખમ

Over 100 missing, 14 dead as strong quake rattles Taiwan

તાઈવાન 2016માં આવેલા ભૂકંપની તસવીર 

1999 earthquake remains a grim reminder for Turkey | Daily Sabah

તાઈવાન 1999માં આવેલા ભૂકંપની તસવીર 

તમને જણાવી દઈએ કે તાઈવાનમાં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. 2016માં તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000થી વધુ લોકોના મોત થયા હતા.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે