મ્યાનમારમાં જમીની આફત!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:13:06

ભૂકંપની તીવ્રતા  7.7ની હોવાથી ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

શુક્રવારે બપોરે સાડા ૧૨ વાગે આવેલા ભૂકંપનું એપી સેન્ટર સાગાઇંગ શહેરથી 16 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં 10 કિલોમીટર નીચે હતું.  ભૂકંપ થી મ્યાનમાર,બેન્કોક અને થાઇલેન્ડમાં ભારી નુકશાન થયું છે.ઘરોમાં બારીઓ, પંખાથી લઈને ટ્યુબલાઈટ સુધી બધું જ ધ્રુજવા લાગ્યું. મ્યાનમારમાં ઘણી જગ્યાએ બહુમાળી ઇમારતો ધરાશાયી થવાના, પુલ તૂટી પડવાના અને લોકોના કાટમાળ નીચે દટાયા છે. 

આ ભૂકંપની સૌથી વધુ અસર થાઇલેન્ડમાં જોવા મળી રહી છે. બેંગકોકમાં બહુમાળી ઇમારત ધરાશાયી થયા બાદ 43 લોકો કાટમાળ નીચે દટાયા હોવાના સમાચાર પણ છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ગુજરાતમાં પણ ૨૦૦૧માં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો . ભૂકંપની તીવ્રત્તા એ રીકટર સ્કેલમાં મપાય છે. જોકે હાલમાં તો મ્યાનમારમાં તો મિલિટરી રુલ છે તો આશા છે કે બચાવ કામગીરી પીડિતો સુધી પહોંચશે 

અત્યાર સુધીમાં બચાવ કામગીરી ચાલી રહી છે...  મ્યાનમાર સહિત દિલ્હી એન.સી.આરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મ્યાનમારથી 16 કિમી ઉત્તર-પશ્ચિમ શહેરથી દુર છે. મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હોવાથી તેના આંચકા બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા હતા.

આ ભૂકંપના આંચકા પડોશી દેશો બાંગ્લાદેશ, ચીન, લાઓસ અને થાઈલેન્ડ અને દેશમાં પણ અનુભવાયા હતા.કોલકાતા અને ઇમ્ફાલમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં કોલકાતાના રહેવાસીઓએ દિવાલ પર સજાવેલી વસ્સ્તું પડય હતા. પીટીઆઈએ શહેરમાં કોઈ મિલકતને નુકસાન થયું નથી કે જાનહાનિ થઈ નથી. મણિપુરના ઇમ્ફાલમાં, ભૂકંપથી ગભરાટ ફેલાયો હતો, ખાસ કરીને થંગલ બજારમાં, જ્યાં ઘણી જૂની બહુમાળી ઇમારતો આવેલી છે.

બેઇજિંગની ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનના દક્ષિણ પશ્ચિમ યુનાન પ્રાંતમાં પણ ભૂકંપની અસરો નોંધાઈ હતી.

સ્થાનિક અહેવાલો અનુસાર, બેંગકોકમાં ભૂકંપ દરમિયાન બાંધકામ હેઠળની એક ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ ગઈ. બેંગકોકમાં એક ટાવર ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 40 થી વધુ લોકો ગુમ થયા છે.મધ્ય મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ થાઈ પ્રધાનમંત્રીએ કટોકટી બેઠક બોલાવી હતી. શક્તિશાળી ભૂકંપ બાદ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. ભૂકંપ પછી, તેમણે દક્ષિણ ટાપુ ફુકેટની તેમની સત્તાવાર મુલાકાત મુલતવી રાખી છે. આજે મ્યાનમારમાં 7.7 અને 6.4ની તીવ્રતાના સતત બે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેના જોરદાર ભૂકંપની અસર થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ અનુભવાઈ હતી. મ્યાનમારના મંડલેમાં આવેલ પ્રખ્યાત બ્રિજ ભૂકંપને કારણે ઇરાવદી નદીમાં તૂટી પડ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. ભૂકંપથી બેંગકોકમાં ઘણો વિનાશ થયો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .