આપણો પાડોસી દેશ ચાઈના જે હાલના સમયમાં સમગ્ર દુનિયામાં "મેન્યુફેક્ચરિંગ હબ" બનીને ઉભર્યું છે. પરંતુ , ત્યાં આજે પણ ત્યાં લોકતંત્ર નથી. ચાઈનામાં માત્ર એક જ રાજકીય પક્ષની સત્તા ચાલે છે તે છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. CPC એટલેકે , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું રાજ છેક ૧૯૪૯થી ચાલે છે. આજ કારણ છે ત્યાં ક્યારેય સત્તામાં પરિવર્તન આવતું નથી અને હવે સમાચાર એ પણ સામે આવ્યા છે , ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે , ચાઈનામાં હાલ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે.

2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં મહાસત્તા બનવાનું સપના જોતું ચાઈના હાલમાં તો ત્યાં સત્તાપલટાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત , ચાઈનાના વર્તમાન પ્રમુખ ક્ષી જિંગપિંગને કેદ કરવાની યોજના હતી. આ સમગ્ર ઘટના ચાઈનાના લેખિકા શેન્ગ શુ દ્વારા બહાર લાવવામાં આવી છે. શેન્ગ શુ કેનેડામાં સ્થિત છે. શેન્ગ શુએ તેમના અહેવાલમાં લખ્યું છે કે , 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા. બળવાખોર જૂથનો પ્લાન જિનપિંગને ત્યાં જ અટકાયતમાં લઈ સત્તા પલટાવવાનો હતો. પરંતુ, ઓપરેશનના માત્ર બે કલાક પહેલા જ જિનપિંગને આ વાતની ખબર પડી ગઈ અને તેઓ તાત્કાલિક હોટલ છોડીને નીકળી ગયા હતા. પ્લાન લીક થયા બાદ પણ ઝાંગ યુશ્યાના સમર્થકો હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં જિનપિંગના વફાદાર સુરક્ષા દળો સાથે તેમની સીધી અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં જિનપિંગના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સના 9 જવાનો માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં બળવાખોર જનરલના અનેક સમર્થકો પણ ઠાર થયા હતા.

બળવો નિષ્ફળ ગયા બાદ, શી જિનપિંગે તાત્કાલિક જનરલ ઝાંગ યુશ્યા અને લ્યુ ઝેનલીની ધરપકડના આદેશ આપ્યા છે . તેમના પરિવારોને પણ અટકમાં લેવાયા છે. જોકે, ચીન સરકારના સત્તાવાર મીડિયાએ આ ઘટનાને 'સેનામાં સુધારા' અને 'શિસ્તના ઉલ્લંઘન' (ભ્રષ્ટાચાર) તરીકે રજૂ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જિનપિંગ પોતાની પકડ મજબૂત બતાવવા માટે આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું રૂપ આપી રહ્યા છે.






.jpg)








