ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા, 5.4ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-24 16:32:24

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સહિત દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ નેપાળ-ચીન બોર્ડર નજીક હોવાનું જણાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 ની હતી. જો કે ધરતીકંપના ઝટકાના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનીનાં સમાચાર નથી. 


30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા


ઉત્તરભારતમાં અને  તેમાં પણ દિલ્હી-એનસીઆર ઉપરાંત લખનઉ, બરેલી, મુરાદાબાદ, પીલીભીત, અયોધ્યા, ગોરખપુર સહિતના લગભગ તમામ શહેરોમાં લોકોએ 30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના ઝટકા ગભરાઈને ઘરની બહાર દોડી આવ્ય હતા. તે જ પ્રકારે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસના ધાબા ઉપર ચઢી ગયા હતા. ભૂકંપના આ ઝટકા મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.


ભૂકંપના ઝટકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા


ભૂકંપના આ ઝટકા સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વીટર પર #earthquake ટ્રેન્ડ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અનેક નેતાઓએ પણ વીડિયો ટ્વીટર પર શેર કર્યા હતા. આ વીડિયોમાં ભૂકંપના ઝટકાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.  






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.