ક્રિપ્ટો એક્સચેન્જ EDનો સપાટો, PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-19 19:20:09

EDએ ક્રિપ્ટો એક્સચેન્જ સામે કડક કાર્યવાહી કરી છે, એજન્સીએ ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં 907 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. ઈડીએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. ક્રિપ્ટો એક્સચેન્જને લઈ એક સવાલનો જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી.


સેન્ટ્રલ GSTએ ચોરી પકડી


સેન્ટ્રલ જીએસટીએ 12 ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા 87.60 કરોડ રૂપિયાના મૂલ્યના જીએસટીની ચોરી શોધી કાઢી છે. તેમણે જણાવ્યું કે વ્યાજ અને દંડ સહિત 110.97 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે 8  કેસમાં હજુ પણ કેટલાક લોકો સામે તપાસ ચાલી રહી છે. ત્યાંજ વ્યાજ અને દંડ સહિત ટેક્સની ચૂકવણી બાદ ચાર કેસ બંધ કરાયા છે. 


કોની સામે થઈ કાર્યવાહી?


મંત્રી પંકજ ચૌધરીઓ જણાવ્યું કે WazirXના નામથી લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જ Zanmai Labs Pvt Ltdના કેસમાં કંપની અને તેના ડાયરેક્ટર્સની 289.68 કરોડ રૂપિયાના મુલ્યની એસેટ્સને જપ્ત કરી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈના ઉલ્લંઘનને લઈ કંપની અને તેના ડાયરેક્ટક્સ સામે આ કાર્યવાહી કરી છે. 


ભારતમાં ક્રિપ્ટો એસેટ્સ અનરેગ્યુલેટેડ


વર્તમનામાં દેશમાં ક્રિપ્ટો એસેટ્સ પર કોઈ નિયમનકારી ઓથોરીટી નથી. અમેરિકાના ફેડ રિઝર્વની કાર્યવાહીથી ગ્રોથની સંભાવના નબળી પડી છે.  દેશમાં અન્ય રિસ્કી એસેટ્સની જેમ ક્રિપ્ટો ટોકનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.