ઈજિપ્તના રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું ભારતનું આમંત્રણ, ગણતંત્ર દિવસે અબ્દેલ ફતાહ બનશે મુખ્ય અતિથી


  • Published By :
  • Published Date : 2022-11-27 14:22:46

આપણે ત્યાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અનેક વખત ગણતંત્ર દિવસે વિદેશી નેતાઓ આપણા મહેમાન બનતા હોય છે. ત્યારે આ વખતે ગણતંત્ર દિવસે ભારતના મુખ્ય અતિથી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.      

Egypt's president boosts exceptional ration card support for the most needy  - EgyptToday

પ્રજાસત્તાક દિવસે આપણે ત્યાં પરેડ યોજાતી હોય છે. આ પરેડમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિદેશી નેતાઓ આપણા મુખ્ય મહેમાનો બનતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે. આ ઉજવણીમાં ભારતના મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.