પાર્ટી બનાવો, બ્લેકના વ્હાઈટ કરો અને જલસા કરો, સમજો આવી રીતે ચાલે છે આખો ખેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 14:47:52

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


શું તમે જાણો છો કે આપણા દેશમાં કેટલી રાજકિય પાર્ટીઓ છે, સામાન્ય ગણતરી કરશો તો તમને 20થી વધુ પક્ષો યાદ નહીં આવે. જો કે તમને એ બાબત જાણી આશ્ચર્ય થશે કે ભારતના ચૂંટણી પંચ પાસે 2,174થી પણ વધું પાર્ટી રજીસ્ટ્રેડ છે. હવે ચૂટણી પંચ આ ગેરમાન્યતા પ્રાપ્ત પક્ષો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. ઈલેક્સન કમિશને કોઈ પણ ચૂંટણી ન લડતા આ પક્ષો સામે કાર્યવાહી  કરવાની સીબીડીટીને વિનંતી કરી છે.


ચૂંટણી પંચની આ કાર્યવાહી આ પાર્ટીઓ દ્વારા તેમને ચૂંટણી ફંડ આપતા દાતાઓની યાદી પંચ સમક્ષ રજૂ નહીં કરાવવાના કારણે થઈ રહી છે. આ પક્ષોને લગભગ એક હજાર  કરોડ રૂપિયાનું ફંડ મળ્યાની બાબત બહાર આવી ત્યારે  ઈલેક્સન કમિશન સફાળું જાગ્યું હતું અને આ પાર્ટીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ઈન્કમ ટેક્સ વિભાગને લખ્યું હતું.


પક્ષોએ ફંડની વિગત ન આપતા કાર્યવાહી


ઈલેક્સન કમિશને આ કાર્યવાહી જનપ્રતિનધિત્વ કાયદો, 1951ની કલમ 29 A અને C હેઠળ કરી છે. કલમ 29 C હેઠળ ગેરમાન્યતા પ્રાપ્ત પાર્ટી માટે ચૂંટણી ફંડની વિગતો આપવી અનિવાર્ય છે. રાજકિય પક્ષોએ ફંડની વિગત ચૂંટણી સંચાલન નિયમ, 1961 હેઠળ 59 B હેઠળ પણ ચૂંટણી પંચ સમક્ષ જમા કરાવવી ફરજીયાત છે. આ ફંડને ઈન્કમટેક્સ વિભાગ તરફથી 100 ટકા કરમુક્તિ મળે છે. જો કે આ કરમુક્તિનો લાભ રાજકિય પાર્ટીના ત્યારે મળે છે જ્યારે તે ફંડની ઓડિટની વિગતો ઈલેક્સન કમિશનને મોકલે છે. રાજકિય પક્ષો જો ચૂંટણી ફંડની વિગત 30 દિવસમાં ચૂંટણી પંચને ન મોકલે તો તેમને ભવિષ્યમાં ચૂંટણી લડવા માટે ચૂંટણી પ્રતિક આપવામાં આવતું નથી. 


આ પહેલા પણ ચૂંટણી પંચે કરી હતી કાર્યવાહી


બોગસ રાજકિય પાર્ટીઓ સામે દેશનું ચૂંટણી પંચ અવારનવાર કાર્યવાહી કરતું રહે છે. આ પહેલા ઈલેક્સન કમિશને 198 જેટલા રાજકિય પક્ષો સામે કડક પગલા લેવા માટે તેમને ડિલિસ્ટ કરી દીધા હતા. આ રાજકિય પાર્ટીઓનું કોઈ અસ્તિત્વ જ ન હતું અને પક્ષો કમિશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ પણ એવા 111 પક્ષો એવા  હતા જેમનું અસ્તિત્વ જ નથી જો કે ચૂંટણી પંચે સક્રિયપણે કાર્યવાહી કરી  ડીલિસ્ટ કરી છે.


અનેક પક્ષો એવા છે જે ક્યારેય ચૂંટણી લડ્યા જ નથી


ચૂંટણી પંચે આ રાજકિય પક્ષોને તે પણ સવાલ કર્યો કે અત્યાર સુધી તેમણે કોઈ ચૂંટણી કેમ નથી લડી? ચૂંટણી પંચના આ સવાલનો જવાબ રાજકિય પક્ષોએ આપ્યો ન હતો. ચૂંટણી પંચમાં લગભગ 2800 જેટલા પક્ષો રજીસ્ટર્ડ છે. તેમાંથી માત્ર 60 જ એવા પક્ષો છે જે સક્રિયપણે ચૂંટણી રાજનિતીમાં ભાગ લે છે અને જે તે રાજ્ય અને વિસ્તારમાં ચૂંટણી લડે છે. આ પાર્ટીઓમાં પણ ભાજપ, કોંગ્રેસ, એનસીપી, ટીએમસી, બીએસપી અને સીપીએમને જ રાષ્ટ્રિય માન્યતા મળેલી છે. આ પક્ષો દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી લડી શકે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં  623 પક્ષો ચૂંટણી લડ્યા હતા.   


રાજકિય પક્ષોના રજીસ્ટ્રેશનની ગતિ છેલ્લા બે દાયકામાં 300 ટકાથી વધુના દરે વધી છે. વર્ષ 2021માં 694 રાજકિય પક્ષો હતા તેની સંખ્યા વધીને આજે લગભગ 2800 સુધી પહોંચી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજનૈતિક પક્ષોની સંખ્યામાં આટલી જબરદસ્ત વૃધ્ધીનું કારણ ઈલેક્ટ્રોરલ બોન્ડની સુવિધા પણ છે.


હવે પાર્ટીઓને માત્ર 2000 હજાર રૂપિયાનું દાન જ રોકડમાં જ આપી શકાશે. આનાથી વધુ રકમ (રૂ. 1000, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ) ચૂંટણી બોન્ડ દ્વારા દાન કરવામાં આવે છે, જે ગુપ્ત રાખવામાં આવે છે. ઈલેક્ટોરલ બોન્ડ સ્ટેટ બેંક દ્વારા જારી કરવામાં આવે છે, જેને વર્ષમાં અમુક દિવસોમાં ખરીદી શકાય છે.


સુપ્રીમ કોર્ટમાં કેસ


ચૂંટણી ફંડિંગમાં પારદર્શક્તા લાવવા માટે વર્ષ 2018 માં ચૂંટણી બોન્ડની યોજના લાવવામાં આવી હતી. તેને 2018માં જ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ તે પછી તેની સુનાવણી થઈ નથી. કેન્દ્ર સરકારે આ યોજનાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે બોન્ડ ખરીદનારની માહિતી KYC સ્વરૂપે બેંક પાસે રહે છે, જેને ગુપ્ત કહીં શકાય નહીં. પાંચ વર્ષ દરમિયાન કુલ 9208 કરોડના બોન્ડ વેચાયા હતા, જેમાંથી રૂ. 1987.55 કરોડના બોન્ડ રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષમાં બોન્ડ વેચાયા - 2018: 1056 કરોડ, 2019: 5091 કરોડ, 2020: 363 કરોડ, 2021: 1501 કરોડ, 2022: 1213.26 કરોડ રૂપિયા


ચૂંટણી પંચ પાસે પક્ષોનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાનો અધિકાર નથી


ઈલેક્સન કમિશન પાસે બોગસ પાર્ટીઓનું રજીસ્ટ્રેશન કરવાની સત્તા નથી. ચૂંટણી પંચ  કોઈ પણ પાર્ટીનું આર પી એક્ટ, 1951 હેઠળ રજીસ્ટ્રેશન તો કરી શકે છે પણ તેને રદ્દ કરી શક્તું નથી. કેન્સલેશનની આ સત્તા માટે ચૂંટણી પંચે અનેક વખત કેન્દ્રીય કાયદા મંત્રાલયને લખ્યું છે, જો કે સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.



બેરોજગારીનું દર ભારતમાં પ્રતિવર્ષ વધી રહ્યું છે. શિક્ષિત યુવકો બેરોજગારો વધારે નોંધાયા છે. બેરોજગારોમાં શિક્ષિત લોકોની ટકાવારી સૌથી વધારે છે. આવનાર સમયમાં આ બેરોજગારી દર વધારે વધી પણ શકે છે.

ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.

ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.