ટ્વિટરના માલિક એલન મસ્કે ટ્વિટરના યુઝર્સને આપ્યો મોટો ઝટકો, યુઝર્સના ટ્વીટ જોવા પર લગાવી લિમિટ


  • Published By :
  • Published Date : 2023-07-02 11:23:26

ટ્વિટરના માલિક એલન મસ્કે ટ્વિટરના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના બોસ એલન મસ્કે યુઝર્સ માટે કેટલાક રિસ્ટ્રિક્શનની જાહેરાત કરી છે. આ નિર્ણય અંતર્ગત ટ્વિટરે તેનું એકાઉન્ટ ન ધરાવતા લોકો માટે વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધું છે. તેમણે ટ્વીટ જોવા પહેલા તેમનું એકાઉન્ટ બનાવવું પડશે. એલન મસ્કે આ નિર્ણયની પાછળ ડેટા સ્ક્રેપિંગનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ડેટા સ્ક્રેપિંગના કારણે કઠોર કાર્યવાહી જરૂરી હતી. મસ્કે ટ્વિટ કરીને વધુમાં જણાવ્યું કે, અમે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે. 


હવે મર્યાદિત ટ્વીટ વાંચી શકાશે


એલન મસ્કે 1 જુલાઈએ એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વીટ્સની સંખ્યા અંગે મોટી જાહેરાત કરી હતી. એલન મસ્કે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી અને છેલ્લે વેરીફાઇડ એકાઉન્ટ્સ (વપરાશકર્તાઓ) એક દિવસમાં 10, 000 પોસ્ટ્સ (વાંચવા માટે) સુધી મર્યાદિત છે. અનવેરિફાઈડ એકાઉન્ટ્સ 1, 000 પોસ્ટ્સ વાંચી શકશે અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 500 પોસ્ટ્સ વાંચી શકશે તેવું જણાવ્યું હતું. ટુંકમાં યુઝર્સ હવે અમર્યાદિત ટ્વિટ વાંચી શકશે નહીં.


ડેટા સ્ક્રેપિંગ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે ડેટા સ્ક્રેપિંગને વેબ સ્ક્રેપિંગ પણ કહેવાય છે. તે એક એવી પ્રક્રિયા છે. જેમાં સોફ્ટવેર પ્રોગ્રામ અન્ય વેબસાઈટમાંથી તેમની પોતાની ફાઈલોમાં ડેટા ઈમ્પોર્ટ કરે છે. આ પર્સનલ યુઝ માટે અથવા અન્ય વેબસાઇટ્સ પર ઉપયોગ માટે હોઈ શકે છે. એવા ઘણા સોફ્ટવેર છે જે આપમેળે ડેટા સ્ક્રેપિંગ કરે છે.


મસ્કે કહ્યું- અમારો ડેટા લૂંટાઈ રહ્યો છે


ટ્વિટરના માલિક મસ્કે પોસ્ટ કર્યું, અમારો ડેટા એટલો લૂંટાઈ રહ્યો છે કે તે સામાન્ય યુઝર્સે માટે અપમાનજનક સર્વિસ હતી. એઆઈ પર કામ કરતી લગભગ દરેક કંપની, સ્ટાર્ટઅપ્સથી લઈને પૃથ્વી પરની કેટલીક સૌથી મોટા કોર્પોરેશનો સુધી, મોટા પ્રમાણમાં ડેટાને સ્ક્રેપ કરી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના તાજેતરના ઘણા ફેરફારોની જેમ, આ નવીનતમ પગલું પણ ઉલટું પડી શકે છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.