બેંગ્લુરૂથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 137 યાત્રિકો સવાર હતા


  • Published By :
  • Published Date : 2023-04-04 14:11:57

ઈન્ડિગોની ફ્લાઈટ (6E897)નું ઈમરજન્સી લેન્ડિંગ શમશાબાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ 6E897 સવારે 5.10 વાગ્યે બેંગ્લોરથી વારાણસી જવા રવાના થઈ હતી, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે એરક્રાફ્ટને શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં કુલ 137 લોકો મુસાફરી કરી રહ્યા હતા. DCGAના જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં યાત્રા કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષીત છે. જો કે ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ગરબડને લઈ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તમામ મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 


ફ્લાઈટનાં ઈમરજન્સી લેન્ડિંગને લઈ વિવિધ આશંકા


ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાછળ વિવિધ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કહ્યું કે તમામ 137 મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટ બેંગ્લોરથી વારાણસી માટે ઉડાન ભરી હતી. આ પહેલા 1 એપ્રિલે દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું. એલર્ટ જારી કર્યા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જોકે, થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે