Entertainment : દરિયો, દોસ્તી અને દારૂ કેટલું લાગશે સારું ? | ગુજરાતી ફિલ્મ સમંદરનો રિવ્યુ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 19:46:43

દરિયાનો અને કિનારાનો એક નિયમ છે,

દરિયાને કિનારા વગર ન ચાલે અને કિનારાને દરિયા વગર.


એમ આવીજ જબરી દોસ્તી રજૂ કરતી ફિલ્મ સમંદરમાં બે મિત્રો વચ્ચે છે જેઓનું નામ છે "ઉદય અને સલમાન",

જેને પણ એકબીજા વગર નથી ચાલતું.  


આટલી વાતો આપણે ફિલ્મ સમંદરના ટ્રેલર અને તેનાં કેટલાંક ગીતો પરથી નક્કી કરી લીધી હતી.


હવે રાહ હતી સંપૂર્ણ ફિલ્મના પડદે ચડવાની,

તો આ ફિલ્મ 17 May 2024ના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ છે.


તો ચાલો જાણીએ કે જેવી રાહ હતી એવી ફિલ્મ ફળી કે નહીં ? 


ફિલ્મની સ્ટોરી ભોગોલિક દ્રષ્ટીએ ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુઘી બનેલી મોટા ભાગની વાર્તાઓ કરતાં જુદી છે, અહીં દરિયાને ખુબ સારી રીતે રજૂ કર્યો છે.

દરિયાના મોજાથી શરૂ થયેલી ફિલ્મ દરિયાના મોજાની સાથે પૂરી થાય.

જેમ દરિયાના મોજા આવે અને જાય એમ આ ફિલ્મને story સાથે સરખાવતાં screen play અને story flow પણ આવે અને જાય આવું ઘણી વખત જોવાં મળે છે.

આમાં દિગ્દર્શકએ પોતાની હોડીને ઘણાં હલેસાં માર્યા હોવાં છતાં હોડી પુરે પૂરી કાંઠે આવી ન કહેવાય...

એટલે કપ્તાન વિશાલ વડા વાળાએ હોડીને મધદરિયે રાખી છે એવું તો બિલકુલ નથી, હોડીનું લંગર નાખ્યું હોય એની લગોલગ હોડી ભલે ન ઉભી હોય પણ આ હોડી લંગરની આસપાસ કહેવાય.


આ હોડીને કાંઠાની નજીક લાવવાના હલેસાંમાં મયુર ચૌહાણ AKA માઈકલ, જગજીતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહીલ, ચેતન ભગત સહિત અનેક ખલાસીઓએ બળુકા હલેસાં માર્યા છે. એમાં પણ આ હોડીના પાવરફૂલ હલેસાં એટલે Kedar-Bhargavના ગીતો, Background Score, BGM અને B Praak તેમજ આદિત્ય ગઢવી સહિતના કલાકારોએ ગાયેલાં ગીતો છે.


આ ખલાસીઓમાં જગજીતસિંહ વાઢેરનું હલેસું ક્યાંક થાપ ખાઈ રહ્યું હોય એવું દેખાય છે, તમને વિશ્વાસના હોય તો વિઠ્ઠલ તિડી કે કસુંબો સાથે compare કરી લેવું, પછી તમે જ કહેશો કે આ ખલાસીઓના બાવડા તો મજબૂત છે, જો જોર આપ્યું હોત તો હોડી થોડી વધુ સારી રીતે તરતી દેખાત.


બાકી કેટલીક જીણી જીણી બાબતોનું Direction એ  life time favorite બની જાય એવું છે, જેમ કે એકબીજાને સિગરેટ પાસ કરવી, સ્કૂટરમાં હરતો ફરતો મિની દારુ બાર હોવો, ઉદય અને સલમાનને follow કરવાનાં ચશ્માં પહેરીને timing સાથે હાસ્ય પીરસતીએ નાના જુવાનિયાઓની ત્રિપુટી, 

એન્ડમાં બે હોડીની ચાર સીટમાં ઉદય અને સલમાનની point to point ફિલ્મના conclusionનો હિસાબ સમજાવતી વાતો પણ સારી રીતે રજૂ થઈ છે.


ફિલ્મ સમંદરએ દરીયા જેવી વિશાળ છે, એટલે અહીં સમયની દ્રષ્ટિએ વાત થઈ રહી છે.

આમ Screen running time 2 કલાક 52 મિનિટનો છે, તેનાથી કોઈ મતલબ નથી પણ આ ફિલ્મ થોડી ખેંચાઈ હોય તેવું દરેક લોકોને લાગી શકે છે... 


હવે વાત કરીએ OVERALL FILMની તો ફિલ્મ સારી છે, કેમકે કેટલાંક ખાસ મેસેજ એટલા સારા અને સાચા છે, જેમાં fact of politics and both side of "દોસ્તી". આ બંને વિષયનાં મેસેજને જાણવા જવું જોઇએ.


ખેર ચૂંટણી પહેલા આ ફિલ્મ કોઇ કારણોસર ન જોઈ શક્યા, બાકી જનતાને રાજકારણની ખૂબ નજીકથી ઓળખાણ મળી રહેત.

પણ હવે રિલીઝ થઈ છે તો આ વાસ્તવિકતા જોવાં જવાનું ભૂલતા નહીં. 


#(હેષટેગ)નું Viral List કહું તો....

...તો પહેલાં નંબરે #SuperDirection રહ્યું છે.

તેનાં પછી #Awesomestory, #GreatAction & #Wowmusic આવેલાં છે.


આ #(હેષટેગ)Listમાં #Boaring કે #Timepass Tag આ લાઈનમાં થોડાં નીચે જોવાં મળે છે.

#unnecessary_Story_Stretch એટલે કે picture થોડી ખેંચાઈ છે એ વાસ્તવિકતા અનુભવાઈ છે.જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને ફિલ્મ કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો... 


(Review by - Yash)



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.