એશા દેઓલ અને ભરત તખ્તાનીના 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, છૂટાછેડા અંગે બંનેએ શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-07 16:26:58

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી એશા દેઓલે પતિ ભરત તખ્તાનીથી અલગ થવાની જાહેરાત કરી છે. ઘણા સમયથી એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે કપલ અલગ થઈ ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે એ પણ નોંધ્યું હતું કે ઈશા અને ભરત લાંબા સમયથી કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા નથી. હવે અફવાઓને સમર્થન આપતા, કપલે જાહેરાત કરી છે કે તેઓ અલગ થઈ ગયા છે. આ બધું બંનેની પરસ્પર સંમતિથી થયું છે.


ઈશા-ભરતના છૂટાછેડા?


અલગ થવા અંગે દંપતીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું, 'અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં અમે અમારા બંને બાળકોના હિતનો વિચાર કર્યો છે. તે બંને અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહેશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.


સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ હતી 


જાન્યુઆરી 2024માં ઈશા અને ભરતના છૂટાછેડા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એશા દેઓલ અને ભરત તખ્તાની વચ્ચેના તૂટેલા સંબંધો વિશે બોલિવૂડમાં ઘણી ગપસપ થઈ રહી હતી. તેની શરૂઆત Reddit પર વાયરલ પોસ્ટને કારણે થઈ હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે કપલ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ પછી, યુઝર્સે જોયું કે વર્ષ 2023 થી શરૂ થતી તહેવારોની સીઝનમાં, એશા દેઓલ ફક્ત તેની માતા હેમા માલિની સાથે જોવા મળી હતી. આમિર ખાનની દીકરી આયરા ખાનના રિસેપ્શનમાં પણ ઈશા માતા હેમા સાથે આવી હતી.


વર્ષ 2012માં થયા હતા લગ્ન  


એશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેઓલ પરિવારની ખુશી જોવા જેવી હતી. દીકરીને જતી જોઈને ધર્મેન્દ્રના આંસુ વહી ગયા. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દંપતીને આ લગ્નથી રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ છે.



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.