Pakistanના પૂર્વ પ્રધાનમંત્રી Imran Khanની વધી મુશ્કેલી, તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મળી આ સજા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 15:07:15

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની મુશ્કેલીમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આગામી પાંચ વર્ષ સુધી તે ચૂંટણી પણ નહીં લડી શકે. તેમને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી છે. પીટીઆઈ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જમાં પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે તેમના વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ત્યારે પાકિસ્તાનમાં તેમની ગિરફતારી બાદ માહોલ ગરમાઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો? 

આ સમગ્ર કેસની વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોને સાચવવામાં આવે છે, આ જગ્યા પર તે ભેટો રાખવામાં આવતી હોય છે. ઈમરાન ખાન પર એ આરોપ હતો કે, તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટોને તેમણે ઓછી કિંમત પહેલા ખરીદી અને તે બાદ નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા તે દરમિયાન તેઓ વિદેશના પ્રવાસે ગયા હતા જ્યાં તેમને અનેક ભેટો મળી હતી. અનેક એવી ભેટો હતી જે ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. અને એ ભેટોને કરોડોમાં વેચી દીધી હતી. 

પાંચ વર્ષ સુધી ઈમરાન ખાન નહીં લડી શકે ચૂંટણી

ત્યારે આ મામલે પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત મળે તે માટે અરજી કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. પીટીઆઈના વડા એટલે કે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેમણે ઈરાદાપૂર્વક ભેટોને છુપાવી છે. ત્યારે આજે તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાને કારણે 5 વર્ષ સુધી તે ચૂંટણી નહીં લડી શકે.  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.