પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો ક્યાં સુધી લંબાવાઈ સમય મર્યાદા


  • Published By :
  • Published Date : 2023-03-28 15:49:28

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બંને ડોક્યુમેન્ટને લિંક કરવા માટે સરકારે 3 મહિનાનો સમય આપ્યો છે. 30 જૂન સુધી હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકાશે. આ પહેલા સમય મર્યાદા 31 માર્ચ 2023 સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. 31 માર્ચ 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. પરંતુ 1 એપ્રિલ 2022થી 500 રુપિયા ફી ઉઘરાવવામાં આવતી હતી. પરંતુ 1 જુલાઈ 2022થી ફી વધીને 1000 રુપિયા ઉઘરાવવામાં આવે છે.  30 જૂન 2023 સુધી આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે 1 જૂલાઈ 2023થી અનલિંક કરાયેલા તમામ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ તમારે 1000 રુપિયા તો હમણાં પણ ચૂકવવા જ પડશે. ઈનકમ ટેક્ષ વિભાગે આપી આ અંગે જાણકારી.

  

જો પાનકાર્ડ નહીં લિંક હોય તો...  

જો 30 જૂન સુધી બંને ડોક્યુમેન્ટ લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જશે.જેને કારણે આર્થિક વ્યવહારો  પર રોક લાગી જશે. જો પાનકાર્ડ ઈનએક્ટિવ થશે તો તમે 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકો. ઉપરાંત જો બેન્કમાંથી 50 હજારથી વધુ રુપિયા ભરી નહીં શકો કે ઉપાડી પણ નહીં શકો. સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.