Junagadhથી ઝડપાયો ધારાસભ્યનો નકલી PA! Gujarat AAPએ લખ્યું કે હવે સવાલ થાય છે કે સરકાર અને...? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 09:37:33

એક સમય હતો જ્યારે બનાવટી વસ્તુઓ મળતી હતી. પરંતુ હવે તો નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી બની લોકોને છેતરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા લાગે છે કે આવનાર સમયમાં તમામ હદો પાર થઈ જશે! નકલીની વાતો એટલા માટે કરવી છે કે કારણ કે જૂનાગઢમાં નકલી પીએ ઝડપાયો છે. પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે. દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે ટ્વિટ કર્યું છે. ગુજરાત આપે ટ્વિટ કર્યું છે કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને?

મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ ઝડપાયો! 

ગુજરાતમાં નકલીનું ચલણ વધ્યું છે. પહેલા નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાતો હતો તો હેડલાઈન્સ બનતી હતી પરંતુ હવે સમય બદલાયો છે. નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો તો મળી આવે છે પરંતુ રાજ્યમાં નકલી અધિકારી બની રોફ જમાવાનું ચલણ વધ્યું હોય તેવું લાગે છે. નકલી ટોલનાકા અંગેની ચર્ચાઓ થતી બંધ નથી થઈ ત્યારે તો હવે નકલી પીએ ઝડપાયો છે અને એ પણ મંત્રીનો! પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે.

નકલીથી સાવધાન!

અવારનવાર નકલી અધિકારીઓ, નકલી પીએ, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી ઝડપાઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે કટાક્ષ કર્યો છે. ટ્વિટ કરી લખ્યું કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને? ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણ કે અનેક વખત આવા નકલી લોકો, કચેરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે કહેવાનું મન થાય કે નકલીથી સાવધાન રહેજો!   

   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે