અલીગઢના ભાજપના મહિલા નેતા સામે ફતવો જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 12:57:20

ઉત્તર પ્રદેશના અલીગઢના ભારતીય જનતા પાર્ટીની નેતા રૂબી ખાન હમણા વિવાદમાં ફસાયેલા છે. વાત એમ છે કે, ગણેશ ચતુર્થીના અવસર પર તેમણે વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરી હતી. મુસલમાન સમાજના લોકોને રૂબી ખાનનું આ કામ નહોતું ગમ્યું. તેના સમાજના મુફ્તીએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડી દીધો હતો. ફતવો જાહેર થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. રૂબીના સમાજના લોકોએ તેમના પર અનેક આરોપો લગાવ્યા હતા. રૂબી ખાને વળતો જવાબ આપતા કહ્યું કે, "સાચા મુસલમાન આવી વાતો નથી કરતા."


અલીગઢની ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ મહિલાએ ગણપતિની પૂજા કરતા દેવબંદના મુફ્તીએ મહિલા સામે ફતવો જાહેર કર્યો છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરનાર રૂબી ખાન સામે ફતવો જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


સમગ્ર મામલે ભાજપના મહિલા નેતાએ શું કહ્યું?

જ્યારે રૂબી ખાનને વિવાદ મામલે પોતાનું નિવેદન આપી જણાવ્યું હતું કે, "ગણપતિ જ્ઞાનની સાથે સુખ અને સમૃદ્ધિના દેવતા છે. જે લોકો ફતવો જાહેર કરી રહ્યા છે તેઓ ભારતમાં સાંપ્રદાયિક એકતાને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મારી સામે ફતવો જાહેર કરે તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મારા સામે પોસ્ટરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતું મને કોઈ તકલીફ નથી. તેમને જે કરવું હોય તે તેઓ કરે મારે જે કરવું છે તે હું કરીશ." 



ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપઃ મુફ્તી

ત્યારે ફતવો જાહેર કરનાર મુફ્તીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપ છે. જો આજે એક મહિલાએ આવું કામ કર્યું છે તો કાલે અન્ય મુસ્લિમો પણ આવી રીતે કરશે. તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે."


દેશના બંધારણની અનુસૂચિ 25થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. ભારત એક ધર્મનિર્પેક્ષ દેશ છે, રાજ્યોનો કોઈ ધર્મ નથી પરંતુ તમામ નાગરિકોને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખવા અને તેની પસંદ અનુસાર ઉપાસના કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા આપે છે.




અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.