મોદી રાજમાં FDI પહેલી વખત 16 ટકા ઘટ્યું, RBIના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-24 16:24:41

વિદેશી મૂડી રોકાણ મામલે દેશને  મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકાર માટે પણ આ મોટી પીછેહઠ મનાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિદેશી મૂડીરોકાણમાં 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. RBIના સ્ટેટ ઓફ ધ ઈકોનોમી નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાકિય વર્ષ દરમિયાન ગ્રોસ ઈનવાર્ડ FDIમાં 16 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. 


FDI કેટલું ઘટ્યું?


FDI ના આ આંકડા મુજબ નાણાકિય વર્ષ 2021-22માં 84.8 બિલિયન ડોલર રહી ગયું છે. આ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન 16.3 ટકાથી ઘટીને 71 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે. આ છેલ્લા એક દાયકામાં પહેલો મોટો ઘટાડો છે. જો નેટ બેઝિસ પર નજર કરીએ તો FDI 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયું છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2022માં ચીનમાં FDIનો પ્રવાહ 8 ટકા વધીને 189 બિલિયન ડોલર થઈ ગયું હતું.


FDI શા માટે ઘટ્યું?


દેશમાં વિદેશી મૂડી રોકાણમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક મંદી છે. જો કે સૌથી મોટો ઘટાડો તો મેન્યુફેક્ચરિંગ, આઈટી સર્વિસીસ, ટેલિકોમ જેવા સેક્ટરમાં જોવા મળ્યો છે. અમેરિકા, સ્વિઝર્લેન્ડ અને મોરેશિયસથી એફડીઆઈમાં ઘટાડો નોંધાયો છે. નાણાકિય વર્ષ 2021-22માં નેટ એફડીઆઈના આંકડા 38.6 બિલિયન ડોલર રહ્યું હતું. જે છેલ્લા નાણાકિય વર્ષમાં ઘટીને 28 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે