1 લી અપ્રિલથી વિદેશ જવું મોંઘું પડશે!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 18:00:02


૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે. ભારતીયો માટે વર્ક સ્પોન્સરશિપ અને લાંબા ગાળાના યુનિવર્સિટી અભ્યાસક્રમો સુધીની વિવિધ શ્રેણીઓ અંર્તગત તમામને અસર થશે. એપ્રિલથી યુકે વિઝા ફીમાં ફેરફાર કરશે.યુકે સરકારે મોટાભાગની શ્રેણીઓમાં તેના વિઝા અને ઇમિગ્રેશન ફી માળખામાં સુધારો કર્યો છે.

કેટલો વધારો થશે?

 છ મહિનાના રેગ્યુલર વિઝિટર વિઝાની કિંમત હવે £૧૨૭ આશરે ૧૪ હજાર થશે, જે £૧૧૫ આશરે ૧૨,૭૦૦ હતી. લાંબા ગાળાના વિઝિટર વિઝા ફી પણ વધી રહી છે બે વર્ષના વિઝાની કિંમત £૪૭૫ થશે જે અગાઉ £૪૩૨ હતી.પાંચ વર્ષના વિઝાની કિંમત £૭૭૧ થી વધારીને £૮૪૮ કર્યા છે.દસ વર્ષના વિઝાની કિંમત £,૦૫૯ થશે જે પહેલા £૯૬૩ હતી.

ભારતીયો ને વિદેશ જવાનો શોખ દિવસે ને દિવસે વધી રહયો છે. કોઈપણ સરકાર કેટલો પણ ખર્ચ વધારશે પણ જવા માટેનો ધસારો વધતો જ રહે છે. વિદેશની ઘેલછા હવે ઘટવાને બદલે વધી રહી છે. લોકો સરકારના નિયમ અનુસાર લાયકાત ના ઘરાવે તો પણ તેઓ ડંકી રુટ વળે પણ જીવના જોખમે વિદેશ જાય છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારના બદલાયેલ નિયમો બાદ જે રીતે ભારતીયોને બંદી બનાવીને પાછા મોકલ્યા હતા તે જોવા છતાંય લોકો હજી પણ વિદેશ જવા ઉતાવળા થતાં રહે છે. ડંકી રુટ સાથે જીવના જોખમે લોકો વધુ નાણાં અને અગવડ ભોગવીને પણ ભારત છોડીને જઈ રહ્યા છે. રોજબરોજ છાપામાં સમાચાર આવે છે કે લોકો કેવી રીતે દર્દનાક મોતને ભેટે છે જે રૂંવાટા ઊભા કરે છે છતાંય હજી પણ વિદેશ માટેની તૃષ્ણા સમાતી નથી.

            






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.