જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલે કોળી સમાજ લડી લેવાના મૂડમાં, પોલીસને આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-09-11 18:04:02

રાજકોટ જિલ્લાના જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો હવે ઉગ્ર બન્યો છે. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દયાબેન શંભુભાઈ સરીયા નામની મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનો અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપ્યું છે. પરિવારજનોએ આ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો પણ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. જો કે હવે આ સમગ્ર મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે, કોળી સમાજના આગેવાનોએ  પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર તેમજ ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 


શું કહ્યું કોળી આગેવાનોએ?


મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયાના આપઘાતને આજે 6 દિવસ થયેલ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ના થતા કોળી સમાજના ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર, હિતેશ ઠાકોર તેમજ આશિષ મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જેતપુર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં આગેવાનોએ જણાવ્યું હતુ કે,  પોલીસે આપઘાતની વાત પણ છુપાવી હતી. પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે.  થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી. તેમને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તેમણે આપઘાત કરતા પહેલા કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા.


મંત્રી કુંવરજી બાવળીયા કરી હતી બેઠક 


મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો અને દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી. ત્યાર બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા પોલીસ પર પણ આક્ષેપો ઉઠાવવામાં આવી રહ્યા છે. મંત્રી કુંવરજી બાવળીયાએ બેઠક કરી તટસ્થ તપાસ માટે સૂચના આપી હતી. ત્યાર બાદ અનેક રજૂઆતો તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહીના થતાં કોળી સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી મેદાને આવ્યા છે. આ અંગે કેબિનેટ પ્રધાને જણાવેલ કે, 'આપઘાતના બનાવમાં કોઈ દોષિતોને છોડવામાં નહિ આવે અને જો પોલીસની તપાસ યોગ્ય નહીં લાગે તો બે ત્રણ દિવસમાં અન્ય એજન્સી પાસે તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.  


શું છે સમગ્ર મામલો?


જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયા(25)એ પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણીએ આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો. તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહી છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા. આ ઘટના બાદ દયાબેન સરીયાના પરિવારજનોએ ત્રણેય કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઠંડુ વલણ આપનાવતા પોલીસ પર પણ ભીનું સંકેલનાનો આરોપ લગાવ્યો હતો. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.